Home /News /eye-catcher /

VIDEO: મેક્સિકોના મેયરે મગર સાથે કર્યા લગ્ન, આ અનોખા લગ્નમાં હજારો લોકો રહ્યા ઉપસ્થિત

VIDEO: મેક્સિકોના મેયરે મગર સાથે કર્યા લગ્ન, આ અનોખા લગ્નમાં હજારો લોકો રહ્યા ઉપસ્થિત

મેક્સિકોમાં મગર સાથે લગ્ન કરવા જૂની પરંપરા છે. લોકો જણાવે છે કે આવું 1789થી થઇ રહ્યું છે (તસવીર - ઇન્ટરનેટ)

OMG news - મગરને સફેદ પોશાક સાથે અન્ય રંગીન કપડોમાં ડ્રેસિંગ કરાવવામાં આવે છે, લગ્ન કરનાર વરરાજા મગરને કિસ પણ કરે છે

    મેક્સિકો સિટી : મેક્સિકોના (Mexico)સૈન પેડ્રો હુઆમેલુલાના મેયર વિક્ટર હ્યુગોએ (Victor Hugo Sosa)રિત રિવાજ સાથે એક મગરને (crocodile)પોતાની પત્ની તરીકે સ્વીકાર કર્યો છે. તેમના આ લગ્ન ચર્ચા જગાવી રહ્યા છે. મેયરના લગ્નમાં (Victor Hugo Sosa marries crocodile)હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બધી જ વિધિ પ્રમાણે લગ્ન થયા હતા. આ આયોજનન પર્યાવરણ, માણસ અને પ્રાણીઓ વચ્ચેના સંબંધોને લઇને કરવામાં આવ્યું હતું. આવું કરવું અહીં સામાન્ય વાત છે. લોકોને લાગે છે કે આવું કરવાથી ઇશ્વર પાસેથી તે પોતાની મનપસંદ વસ્તુ મેળવી શકશે. લોકોની ઇચ્છા સારો વરસાદ અને માછીમારો માટે ભરપૂર માછલી મેળવવાની હોય છે.

    મગર સાથે લગ્ન કરવાની જૂની પરંપરા

    મેક્સિકોમાં મગર સાથે લગ્ન કરવા જૂની પરંપરા છે. લોકો જણાવે છે કે આવું 1789થી થઇ રહ્યું છે. આ માટે રિત રિવાજ સાથે લગ્ન થાય છે. જેમાં સૌ પહેલા મગરનું નામ પાડવામાં આવે છે. આ પછી લગ્નની તારીખ નક્કી કરીને તે દિવસે મહેમાનો અને પોતાના સંબંધીઓને બોલાવવામાં આવે છે. બધા લોકોની હાજરીમાં આ લગ્નની વિધિ થાય છે. એવી માન્યતા છે કે આમ કરવાથી લોકોનું અને વિસ્તારનું ભલું થાય છે.



    આ પણ વાંચો - ભારતની આ જનજાતિમાં ચાલે છે મહિલાઓનું રાજ, વરની થાય છે વિદાય!

    સફેદ પોશાક સાથે અન્ય રંગીન કપડોમાં ડ્રેસિંગ કરાવવામાં આવે છે

    સૈન પેડ્રો હુઆમેલુલામાં સદીયો જૂનો અનુષ્ઠાન છે જે હવે કેથોલિક આધ્યાત્મિકતા સાથે મિશ્રિત છે. મગરને સફેદ પોશાક સાથે અન્ય રંગીન કપડોમાં ડ્રેસિંગ કરાવવામાં આવે છે. સાત વર્ષીય સરિસૃપ જેને એક નાની રાજકુમારીના રૂપમાં માનવામાં આવે છે. તેને પૃથ્વી માતાનું પ્રતિનિધિત્વ કરનારી દેવી માનવામાં આવે છે. સ્થાનીય નેતા એલીગેટર સાથે લગ્ન કરીને પોતાને દિવ્ય પુરુષ સમજે છે. આ દરમિયાન તે મગરને કિસ પણ કરે છે. જોકે મગરનું મો કપડાથી બાંધી દેવામાં આવે છે. જેથી તે વરરાજાનને કોઇ નુકસાન પહોંચાડે નહીં.

    મગર સાથે લગ્ન દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં વરરાજા મગરને ઉંચકીને ચાલે છે. લગ્નનું આયોજન કરનાર ગોડમધરનું કહેવું છે કે આવા આયોજનથી તેમના મનને ખુશી મળે છે. તેને પોતાના સમાજ પર ગર્વ અનુભવ થાય છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, OMG News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन