Home /News /eye-catcher /OMG! મેક્સિકોના આ શહેરમાં ખુલ્લેઆમ સેક્સના કાયદાને મંજૂરી

OMG! મેક્સિકોના આ શહેરમાં ખુલ્લેઆમ સેક્સના કાયદાને મંજૂરી

મેક્સિકોનાં આ શહેરમાં કાયદામાં બદલાવનો મુખ્ય હેતુ પોલીસ માત્ર ગંભીર ગૂનામાં તેમનું ધ્યાન કેન્દ્રિત કરે તેવો છે

મેક્સિકોનાં આ શહેરમાં કાયદામાં બદલાવનો મુખ્ય હેતુ પોલીસ માત્ર ગંભીર ગૂનામાં તેમનું ધ્યાન કેન્દ્રિત કરે તેવો છે

    ગ્વાદલજારા: 15 લાખ લોકોની આબાદી વાળા મેક્સિકોનાં શહેર ગ્વાદલજારામાં લોકોને ખુલ્લેઆમ સેક્સ માણવાનાં કાયદાને મંજૂરી મળી છે. આ કાયદા માટે પહેલ કરનારા કાઉન્સેલરનું કહેવું છે કે, જાહેરમાં પ્રેમ કરવામાં કંઇ જ ખોટુ નથી. નવા કાયદા મુજબ, સાર્વજનિક સ્થળ, ખાલી જગ્યાઓ, વાહનની અંદર કે એવી કોઇ જગ્યા જે તમને ગમે ત્યાં તમે સેક્સ માણી શકો છો. શરત એટલી માત્ર છે કે સેક્સ એક્ટ માણવું ત્યા સુધી કાયદાની દ્રષ્ટિએ ગુનો નહીં માનવામાં આવે જ્યાં સુધી અન્ય કોઇ વ્યક્તિ તેની સામે વાંધો ન ઉઠાવે.

    આ બદલાવ કરનારા નેતા ગ્વાડાલૂર મોરફિન ઓતેરોનાં મતે, 90 ટકા યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ તેમને જણાવ્યું કે જાહેરમાં પ્રેમ કરવા પર પોલીસ તેમની પાસેથી પૈસા વસુલે છે.

    મેક્સિકોનાં ન્યૂઝ પેપર મુજબ, નેતાઓનું માનવું છે કે આ બદલાવ બાદ પોલીસ ગંભીર ગૂનામાં તેમનું ધ્યાન કેન્દ્રિત કરશે. અને પ્રેમ કરનારાઓને રોકશે નહીં.

    જોકે મેક્સિકોનું આ શહેર રૂઢિચુસ્ત માનવામાં આવે છે તેથી સરકારનાં આ નિર્ણયનો વિપક્ષ પાર્ટી ભારે વિરોધ કરી રહી છે.

    આ પહેલાં ઇતિહાસમાં એમસ્ટેરડમમાં જાહેરમાં સેક્સ માણી શકાય તેવો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર કરે પણ એક દાયકાથી વધુ સમય થઇ ગયો છે. એમસ્ટરડમમાં જાહેરમાં સેક્સ માણવા બાબતે એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે, જ્યાં પણ સેક્સ એક્ટ માણવામાં આવે તે જગ્યા ચોખ્ખી હોવી જોઇએ, ચાઇલ્ડ ઝોનથી દૂર હોવી જોઇએ. અને જો એક્ટ દરમિયાન વધુ પડતો અવાજ કરવામાં આવે તો જ પોલીસ તે કપલને રોકી શકશે.
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन