શું તમે ચોકલેટની નદી જોઇ છે? નહીં ને તો જોઇ લો

News18 Gujarati
Updated: December 17, 2018, 10:24 AM IST
શું તમે ચોકલેટની નદી જોઇ છે? નહીં ને તો જોઇ લો
રસ્તા પર અચાનક વહેલા લાગી ચોકલેટની નદીઓ

રસ્તા પર અચાનક વહેલા લાગી ચોકલેટની નદીઓ

  • Share this:
ચોકોલેટ જોઇને મન લલચાઇ છે, પરંતુ જો રસ્તામાં ચોકલેટ વહેતી દેખાય છે તો શું થાય છે? તમે રસ્તા પર વહેતી ચોકલેટની નદીઓને જોઇને વિશ્વાસ નહીં કરો, પણ આ ખરેખર સાચું છે. જર્મનીમાં ચોકોલેટની નદીઓ જોઇને લોકોને આઘાત લાગ્યો.

હકીકતમાં, જર્મનીમાં ચોકલેટ ફેક્ટરીમાં, લિક્વિફાઇડ ચોકલેટ લીક થઈ ગઇ. ચોકલેટ ફેક્ટરીમાંથી બહાર નીકળીને, બહાર રસ્તાઓ પર વહેવા લાગી. ફેક્ટરીની અંદર મૂકવામાં આવેલી ટાંકી જરુરિયાત કરતા વધારે ભરવામાં આવી હતી અને તે ઓવરફ્લો થઇ ગઇ. તે ફેક્ટરીમાંથી બહાર આવીને રસ્તાઓ પર વહેવા લાગી અને પૂરા વિસ્તારમાં ફેલાઇ ગઇ. એક મોટી ચોકલેટની જેમ રસ્તાનો આવરી લીધો.

લિક્વિડ ચોકલેટ લગભગ ટનની માત્રામાં ફેલાઇ ગઇ, અને તે જામીને ઘન બની ગઇ. રસ્તા પર ચાલતા લોકો આ જોઈને આશ્ચર્ય પામ્યા. મ્યુનિસિપલ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટની ચિંતા વધારો થયો. રસ્તા પર ચોકોલેટના પ્રવાહને કારણે, સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો.રસ્તા પર ચોકલેટના સ્તર જોઇને એવું લાગી રહ્યું હતુ કે રસ્તા પર કાર્પેટ બિછાવેલી હોય.ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લિક્વિફાઇડ ચોકલેટ વહી ગયા બાદ, લગભગ 10 ચોરસ મીટરના વિસ્તારમાં ચોકો પેનકેક બની ગઇ હતી. આ બાદ લગભગ બે કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો. રસ્તાને સાફ કર્યા પછી જ ટ્રાફિક શરૂ થયો. રસ્તા પર બનેલી ચોકોલેટની નદીની તસવીર લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.


Loading...

ફ્રોઝન થયેલા ચોકલેટના જાડા સ્તરને ડમ્પમાં ફેંકી દેવામાં આવ્યા હતા. ચોકલેટના પ્રેમીઓ આમ ચોકોલેટ ફેંકતા જોઇ દુ: ખી થઈ ગયા હતા. આ પહેલા પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. યૂરોપમાં ચોકલેટ ફેક્ટરીમાં ટેંકર ઓવરફ્લો થયા પછી, 12 ટન પ્રવાહી ચોકલેટનો નાશ થયો હતો.
First published: December 17, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...