મેરઠ મેડિકલ કોલેજમાં વાંદરાઓએ Lab Technician પાસેથી છીનવ્યા કોરોના ટેસ્ટ સેમ્પલ, વીડિયો વાયરલ

વાંદરાઓએ કોરોના સેમ્પલ છીનવી ઝાડ પર ચઢી ગયા અને તેને ખાવાનો પણ પ્રયાસ કર્યો, બધા સેમ્પલ ફરીથી લેવાયા`

વાંદરાઓએ કોરોના સેમ્પલ છીનવી ઝાડ પર ચઢી ગયા અને તેને ખાવાનો પણ પ્રયાસ કર્યો, બધા સેમ્પલ ફરીથી લેવાયા`

 • Share this:
  ઉમેશ શ્રીવાસ્તવ, મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠ (Meerut)માં લોકો વાંદરા (Monkey)ઓના આતંકથી ખૂબ જ ત્રાસી ગયા છે. મેડિકલ કોલેજ (Medical College)માં પણ વાંદરાઓ સતત દર્દીઓ અને ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફને હેરાન કરી રહ્યા છે. આ કડીમાં શુક્રવારે મેડિકલ કોલેજમાં તે સમયે અજબ સ્થિતિ ઊભી થઈ જ્યારે વાંદરાઓએ એક લૅબ ટેક્નિશિયન પાસેથી કોરોના ટેસ્ટ માટે લેવામાં આવેલા સેમ્પલ (Corona Test Sample) જ છીનવી લીધા. આ ઘટનાનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

  ઘણી લાંબી મથામણ બાદ પણ વાંદરા નિયંત્રિત ન થયા અને તમામ સેમ્પલ ખરાબ થઈ ગયા. અંતે કોરોના તપાસ માટે ફરી સેમ્પલ લેવામાં આવ્યા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વાંદરા ઝાડ પર બેસીને છીનવી લીધેલા સેમ્પલને ખાવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બાદમાં નીચે ફેંકી દે છે.

  મામલામાં સીએમએસ ડૉ. ધીરજ બાલિયાને જણાવ્યું કે કોરોના તપાસ માટે આ સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા, આ દરમિયાન વાંદરાઓએ લૅબ ટેક્નીશિયન પાસે સેમ્પલ છીનવી લીધા. તેઓએ જણાવ્યું કે વન વિભાગને જાણ કરવા છતાંય તેઓ વાંદરાઓને પકડવા ન આવ્યા. હવે સેમ્પલ ફરી લેવામાં આવી રહ્યા છે.

  આ પણ વાંચો, હવે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ પણ થશે OTT પ્લેટફોર્મ પર રિલીઝ, કરોડોમાં વેચાયા રાઇટ્સ

  નોંધનીય છે કે, મેરઠમાં વાંદરાઓના આતંકનો આ પહેલો મામલો નથી. મેડિકલ કોલેજમાં અનેક એવા મામલા સામે આવ્યા જેમાં કોઈ દર્દીનો કોઈ સામાન વાંદરાઓએ છીનવી લીધો હોય કે પછી સટાફને વાંદરાઓએ પરેશાન કર્યા હોય.

  આ પણ વાંચો, કોરોનાથી પણ મોટી બીમારી, જે દુનિયાના કરોડો લોકોને લેશે ભીંસમાં
  Published by:Mrunal Bhojak
  First published: