Home /News /eye-catcher /ઓ બાપ રે...એમેઝોન પર 61 હજારનો મોબાઈલ ઓર્ડર કર્યો, પાર્સલ ખોલ્યું તો...

ઓ બાપ રે...એમેઝોન પર 61 હજારનો મોબાઈલ ઓર્ડર કર્યો, પાર્સલ ખોલ્યું તો...

એમેઝોન પર 61 હજારનો મોબાઈલ ઓર્ડર કર્યો

Online Shopping:ક્લેરે વિલ્સને એમેઝોન પરથી 12 ઓક્ટોબરે એક નવો મોબાઈલ વન પ્લસ ઓર્ડર કર્યો અને એક દિવસ બાદ જ તેનું પાર્સલ આવી ગયું છે. કમનસીબે ક્લેરે જે મંગાવ્યું તે ન આવતા કંઈક અલગ જ વસ્તું આવી હતી.

    Online Shopping: અત્યારે આવું લાગે છે કે ઓનલાઈન ખરીદી કરવી જોખમ ભરી છે. કારણ કે, ઓનલાઈન ખરીદીને લઈને ઘણી ફરિયાદો આવવા લાગી છે. હવે એવી કોઈ ગેરંટી નથી કે, આપણે જે વસ્તુનો ઓર્ડર કરીએ છીએ તે જ વસ્તુ આપણને મળે. બ્રિટનમાં એક મહિલાએ 630 પાઉન્ડ મતલબ કે, 61 હજારનો સ્માર્ટ ફોન ઓર્ડર કર્યો હતો. પરંતુ તેના બદલામાં તેને તાર કાપવાનું કટર મળ્યું છે.

    સ્માર્ટફોન મંગાવ્યો અને તાર કટર આવ્યું


    બ્રિટિશ સમાચારપત્ર ધી મિરરના અહેવાલ પ્રમાણે 34 વર્ષની ક્લેર વિલ્સને કંપનીમાંથી 12 ઓક્ટોબરે એક નવો વન પ્લસનો સ્માર્ટફોન મંગાવ્યો હતો. જેનું એક દિવસ બાદ તેને પાર્સલ મળ્યું હતું. કમનસીબે તે પાર્સલમાં સ્માર્ટ ફોનની જગ્યાએ કઈક અલગ જ વસ્તું આવી હતી. એમેઝોન ડિલિવરી પાર્સલમાં ફક્ત 20 પાઉન્ડની વસ્તું મળતા તે પરેશાન થઈ ગઈ હતી.

    આ પણ વાંચો: નોકરીઓની છટણીની લહેરમાં ટાટા કર્મચારીઓ આપશે નોકરી, ભારતીય કંપનીનો અનોખો અભિગમ

    10 દિવસ સુધી રાહ જોઈ


    ક્લેરે એમેઝોન ગ્રાહક સેવાનો સંપર્ક કર્યો અને ત્યાથી મહિતી મળીકે જો પાર્સલને રીટર્ન લેબલ સાથે પરત મોકલાવે છે તો તેને પૈસા પાછા મળી શકે છે. 10 દિવસ રાહ જોયા બાદ કંપનીએ જવાબ આપ્યો કે, તેણે મોબાઈલ પાછો આપ્યો નથી. ક્લેરે દાવો કર્યાો છે કે, એમેઝોનની પરિસ્થિતિ આવી જ છે, પાર્સલ બંધ થયા પછી ફોન ગુમ થઈ ગયો હોવો જોઈએ. પછીથી કંપનીએ તેમની વાત માની લીધી અને પૈસા પાછી આપ્યા દીધા.

    આ પણ વાંચો: દબંગની દબંગીરી યથાવત, કહ્યું - ‘મને કોઈ નોટિસ મળી નથી, હું ચૂંટણીપંચને જવાબ આપવા તૈયાર’

    ઓનલાઈનનો આંચકો - જીન્સને બદલે મળી ડુંગળી


    બે દિવસ પહેલા બ્રિટનમાં ઓનલાઈન ખરીદી પરથી જ એક મહિલાએ એક મોંઘી અને બ્રાંડેડ જીન્સનો ઓર્ડર કર્યો હતો. પરંતુ તેને પાર્સલમાં જીન્સની જગ્યાએ ડુંગળી ભરેલી બેગ મળી હતી. મહિલાએ તાજેતરમાં જ ડેપોપ નામની સાઇટ પરથી ડિસ્કાઉન્ટ કિંમતે પોતાના માટે લેવિસ જીન્સનો ઓર્ડર આપ્યો હતો.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Amazone, Online fraud, Online Shopping

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन