એક સમયે અરીસામાં મોઢું પણ જોવા નહોતી માંગતી મસાબા ગુપ્તા, કારણ જાણીને દિલ તૂટી જશે તમારુ પણ
એક સમયે અરીસામાં મોઢું પણ જોવા નહોતી માંગતી મસાબા ગુપ્તા, કારણ જાણીને દિલ તૂટી જશે તમારુ પણ
મસાબા ગુપ્તાએ શેર કરી તસવીર
Masaba Gupta Instagram: આ ફોટો શેર કરીને તેના પર લખ્યું છે કે, ‘તમે 12 વર્ષની કિશોરી અંગે શું કહેશો, જેના ચહેરા પર રાતોરાત અનેક ખીલ થઈ ગયા હતા. જેના કારણે તે દર્પણમાં પોતાનો ચહેરો પણ નહોતી જોવા ઈચ્છતી. તેમ છતાં, આ પરિસ્થિતિમાં સર્વાઈવ કર્યું છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta) ની પુત્રી અને ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા (Masaba Gupta) એ ફિલ્મોમાં કામ નથી કર્યું. પણ મસાબા ગુપ્તા કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની પર્સનલ લાઈફને લઈને અનેકવાર ખબરોમાં આવી ચૂકી છે. તાજેતરમાં મસાબાએ પોતાનો પહેલાનો ફોટો શેર કરીને જણાવ્યું હતું કે, 12 વર્ષની ઉંમરે તે દર્પણમાં પોતાનો ચહેરો પણ નહોતી જોવા ઈચ્છતી.
મસાબા ગુપ્તા સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે. તે બ્રાન્ડ પ્રમોશનની સાથે સાથે પોતાના જૂના ફોટોઝ પણ શેર કરતી રહે છે. શુક્રવારે મસાબાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો બાળપણનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં મસાબાનો સાઈડ ફેસ જોવા મળી રહ્યો છે. ગાલ પર ખૂબ જ ખીલ અને અનેક દાગ ધબ્બા પણ જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરીને તેના પર લખ્યું છે કે, ‘તમે 12 વર્ષની કિશોરી અંગે શું કહેશો, જેના ચહેરા પર રાતોરાત અનેક ખીલ થઈ ગયા હતા. જેના કારણે તે દર્પણમાં પોતાનો ચહેરો પણ નહોતી જોવા ઈચ્છતી. તેમ છતાં, આ પરિસ્થિતિમાં સર્વાઈવ કર્યું છે’
મસાબાએ આગળ જણાવ્યું કે, ‘હું તે પેરેન્ટ્સને જોવા ઈચ્છું છું. મને નથી ખબર મારી મમ્મીએ આ બધું કેવી રીતે કર્યું પરંતુ, તેમણે મને ભરોસો કરતા શીખવ્યું તથા ફીલ કરાવ્યું કે હું એક રાણી છું.’
મસાબાએ આ પ્રકારની વાતો અંગે અગાઉ પણ ખુલાસો કર્યો છે. તેમણે પહેલા પણ જણાવ્યું હતું કે, મને 14 વર્ષની ઉંમરે ખૂબ જ ખીલ થયા હતા. મને હંમેશા એવું લાગતું હતું કે, મારા ચહેરા પર સીગરેટના ડામ આપવામાં આવ્યા છે. ચહેરો અને માથા પર ખૂબ જ કાળા કાળા નિશાન છે. ઘણી વાર હું પાઉડર લગાવ્યા વગર ઘરની બહાર નીકળવાની ના પાડી દેતી હતી તથા રૂમમાં પણ લાઈટ કરવાની ના પાડી દેતી હતી.
મસાબા ગુપ્તા એમેઝોન પ્રાઈમ વિડીયોની વેબ સીરિઝ ‘મોડર્ન લવ મુંબઈ’ માં જોવા મળી હતી. જેમાં મસાબાની સામે રિત્વિક ભોમિક, પ્રતિક બબ્બર, આદર મલિક અને ડોલી સિંહ જોવા મળ્યા હતા. મસાબા ગુપ્તા નેટફ્લિક્સની સીરિઝ ‘મસાબા મસાબા’ ની બીજી સીઝનમાં પણ જોવા મળશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર