મૈરી મેગ્ડલીન એક એવી શખ્સિયત છે, જેને સર્જરીવાળી મોડલ તરીકે ઓળખાય છે. કારણ કે, તેણે અત્યાર સુધી શરીરના દરેક અંગ પર એટલી સર્જરી કરાવી લીધી છે કે, તેના શરીરમાં કંઈ પણ નેચરલ નથી બચ્યું.
હાલના સમયમાં સુંદરતાના માપદંડો બદલાઈ ગયા છે.કુદરત દ્વારા આપવામાં આવેલી દેહ દાશ અને કાયા લોકોને પસંદ નથી આવતી, એટલા માટે તેમને પસંદ આવે તે રીતે તેના બદલાવ અને છેડછાડ કરી રહ્યા છે. એમ પણ કહી શકાય કે, લોકોને કુદરત તરફથી મળેલ દેહમાં નવા નવા અખતરા કરીને સુંદર દેખાવાની લાલસા ખતમ થતી નથી. આવો જ એક કિસ્સો છે, જ્યાં ઢગલાબંધ સર્જરી કરાવ્યા બાદ એલિયન જેવી દેખાતી મોડલની હાલત એવી થઈ ગઈ કે, હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
સર્જરીના શોખિન મોડલ Mary Magdaleneએ ખુદની સાથે એટલો અત્યાર કર્યો કે, આખરે તેને હોસ્પિટલ જવું પડ્યું. શરીરના દરેક અંગને નેચરલથી બદલીને પ્લાસ્ટિક સર્જરીથી બદલવાના ક્રમમાં તેને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવીને તેનો વજન 10 કિલો કરી દીધો. પણ જ્યારે પ્રકૃતિ સાથે છેડછાડ જ્યારે વધારે થઈ જાય તો, આખરે તે છાતી ફાટી ગઈ.
એ શૌક બુરી ચીજ હૈં
મૈરી મેગ્ડલીન એક એવી શખ્સિયત છે, જેને સર્જરીવાળી મોડલ તરીકે ઓળખાય છે. કારણ કે, તેણે અત્યાર સુધી શરીરના દરેક અંગ પર એટલી સર્જરી કરાવી લીધી છે કે, તેના શરીરમાં કંઈ પણ નેચરલ નથી બચ્યું. પહેલા બિલાડી જેવી આંખો, બાબી જેવું નાક કરાવવા માટે સર્જરી, હોઠ ફુલાવીને ફુગ્ગા જેવા બનાવ્યા. કમર પાતળી કરાવવા માટે અને છાતીને ઈમ્પ્લાન્ટ બાદ 10 કિલોને કરાવી, હદથી વધારે થવાના કારણે ઈમ્પ્લાન્ટ ફાટી ગયું. જેનાથી તે એલિયન જેવી દેખાવા લાગે. એક એક કરીને તેની પ્લાસ્ટિક સર્જરી પર અત્યાર સુધીમાં 81 લાખથી વધઆરે રૂપિયા ખર્ચ કરી ચુકી છે. પણ હવે હાલત એવી થઈ ચુકી છે કે, તેની કમર અને ઘુંટણ ખુદના મોડિફાઈડ શરીરનો ભાર ઉપાડી શકતા નથી. તેથી 30 વર્ષની ઉંમરમાં તે વૃદ્ધ લોકો જેવું જીવન જીવવા મજબૂર થઈ રહી છે. તે પોતાનું શરીર પણ હલાવી શકતી નથી. હલનચલન માટે વ્હીલચેરનો સહારો લેવો પડી રહ્યો છે.
હવે થયો ભૂલનો અહેસાસ, જૂની કાયા પાછી લાવવા માગે છે
જરુરતથી વધારે સર્જરીના કારણે તેને હવે વ્હીલચેરથી સફર કરવી પડે છે, કારણ કે કમર અને પગ હવે જવાબ આપી રહ્યા નથી. સર્જરીથી વધારે નુકસાન બાદ હવે તેમને પોતાની ભૂલનો અહેસાસ થવાનો શરુ થઈ ચુક્યું છે. ડેલી મેલના જણાવ્યા અનુસાર, મૈરી હવે પોતાની પ્રાકૃતિક સ્વરુપને પાછી લાવવા માગે છે અને તેની કોશિશમાં લાગી ગઈ છે. કારણ કે, પોતાની સર્જરીની નકારાત્મક અસર એ થઈ કે, તે એલિયન તરફ દેખાવા લાગી, જ્યારે તેની જૂની તસ્વીરો જોઈને તેને ખુદને વિશ્વાસ થતો નથી કે તે આટલી સુંદર લાગતી હતી, તેને શા માટે આટલી બગાડી નાખી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર