આકાશમાં દેખાશે અનોખો નજારો, પૃથ્વીથી એકદમ નજીક હશે મંગળ ગ્રહ

આની તમામ રાશિઓ પર કેવી અસર થશે.

 • Share this:
  આજે આકાશમાં મંગળ ગ્રહને વધુ સરળતાથી જોઈ શકાશે. મંગળવાર એટલે કે, 31 જુલાઈએ મંગળ ગ્રહ 15 વર્ષ બાદ પૃથ્વીની સૌથી નજીક હશે. આ ઘટના દરમ્યાન મંગળ ગ્રહ પૃથ્વીથી 5 કરોડ 76 કરોડ કિમીના અંતરે હશે. આ પહેલા આવી ઘટના 2003માં સર્જાઈ હતી. એટલે કે 15 વર્ષ બાદ ફરી આજે આવો નજારો જોવા મળશે.

  આ ઘટનાના કારણે મંગળનો આકાર ઘણો મોટો જોવા મળશે, અને નજીક હોવાના કારણે તે ગુરૂ ગ્રહથી પણ વધારે ચમકદાર જોવા મળશે. ગુરૂ ગ્રહ અને મંડળમાં શુક્ર ગ્રહ બાદ તે બીજો સૌથી ચમકદાર ગ્રહ છે. પૃથ્વીથી નજીક હોવાના કારણે 7 જુલાઈથી લઈ 7 સપ્ટેમ્બર સુધી મંગળની ચમક વધારે રહેશે. પૃથ્વીના ઉત્તરી ગળાર્ધમાં તે ટેલીસ્કોપ વગર પણ જોઈ શકાશે, પરંતુ ટેલિસ્કોપથી જોવાથી તે વધારે સારો જોઈ શકાશે. આ સાથે તેને ચારે બાજુથી ઘેરી રહેલ ધૂળ ભરેલી આંધી તો પણ નહીં જોઈ શકાય.

  મંગળ ગ્રહ પૃથ્વીના આકાર કરતા અડધો છે, અને પૃથ્વીથી દેખવા પર આકારમાં ઘણો નાનો દેખાય છે, પરંતુ પૃથ્વીથી નજીક હોવાના કારણે તે આજે આકારમાં ઘણો મોટો દેખાશે. નાસા અનુસાર, અગામી વર્ષ 2020માં મંગળ પૃથ્વીથી નજીક આવશે. તે સમયે બંને વચ્ચેનું અંતર 6.2 કરોડ કિમી રહેશે.

  દર બે વર્ષે મંગળ સૂર્યથી વિપરીત દિશામાં હોય છે. તે સમયે પૃથ્વી, મંગળ અને સૂર્ય વચ્ચે આવી જાય છે. ગત શુક્રવારે ચંદ્રગ્રહણ સમયે મંગળ સૂર્યથી વિપરીત દિશામાં હતો. આ ઘટના દરમ્યાન ચંદ્રમા જ્યારે પૃથ્વીના પડછાયામાંથી પસાર થયો ત્યારે ચમકદાર નારંગી રંગથી લાલ રંગનો થઈ ગયો હતો. જેથી આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ સમયે દેખવામાં આવેલા ચાંદને 'બ્લડ મૂન' કહેવામાં આવ્યો. ગ્રહણ શુક્રવારે ઓસ્ટ્રેલિયા, આપ્રિકા, એશિયા, યૂરોપ અને દક્ષિણ અમેરિકાના મહાદ્વીપમાં જોવા મળ્યું હતું. આ દરમ્યાન પૂર્ણ ચંદ્રગ્રહણ સૌથી લાંબુ એક કલાક 43 મિનીટનું હતું.
  Published by:kiran mehta
  First published: