દાઢીવાળી મહિલાની બોલ્ડ તસવીરોના પુરુષો દિવાના, સોશિયલ મીડિયા પર છે લાખો ફોલોઅર્સ

આ મહિલાનું નામ સોશિયલ મીડિયા પર પીકાબૂપમ્પકીન (PeekabooPumpkin)રાખવામાં આવ્યું છે (Credit- TikTok)

woman proudly flaunting chin hair- બોલ્ડ ફોટોગ્રાફ્સ વેચતી એડલ્ટ સાઈટ ઉપર પણ મહિલા છે

 • Share this:
  મહિલાઓ શરીર પર રહેતા અનિચ્છનીય વાળ (Unwanted Hair Removal Techniques) દૂર કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. બજારમાં આ સમસ્યાનું નિદાન કરવાની ઘણી રીતો પણ છે. જોકે, એક એવી સ્ત્રી પણ છે જેને તેના ચહેરા પર અનિચ્છનીય વાળ છે કે નહીં તેની પરવા નથી. અમેરિકાની (United States)આ મહિલાના ચહેરા પર પુરુષો જેવી દાઢી છે, જે તે સોશિયલ મીડિયા (Social Media) પર ગર્વથી શેર કરે છે.

  આ મહિલાનું નામ સોશિયલ મીડિયા  પર પીકાબૂપમ્પકીન (PeekabooPumpkin)રાખવામાં આવ્યું છે. તેણે તેની કુદરતી રીતે વધતી દાઢી સ્વીકારી અને ગર્વથી વિશ્વની સામે ફ્લોન્ટ કરવાનું શરૂ કર્યું. મહિલા લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છે અને તેના સારા ફોલોઅર્સ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, બોલ્ડ ફોટોગ્રાફ્સ વેચતી એડલ્ટ સાઈટ OnlyFans પર પણ મહિલા છે અને પુરુષોને તેના ફોટોગ્રાફ્સમાં ખૂબ રસ છે.

  પુરુષોને પસંદ છે દાઢીવાળી સ્ત્રી

  એક 36 વર્ષીય મહિલા તેના પ્રેરણાદાયી વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતી રહે છે. ટિકટોક પર તેના 51,000 ફોલોઅર્સ છે. તેના વીડિયોને 4,74,000થી વધુ લાઇક્સ મળે છે. એડલ્ટ સાઇટ OnlyFans પર પણ તેના એકાઉન્ટનુ નામ “hairy bearded BBW” છે અને મહિલા તેની બોલ્ડ તસવીરો વેચીને સારી કમાણી કરે છે. તે કન્ટેન્ટ પહોંચાડવા માટે દર મહિને લગભગ 900 રૂપિયા લે છે. એક વપરાશકર્તાએ તેને ડેટ માટે એકવાર પ્રપોઝ પણ કર્યું હતું. જો કે દાઢીવાળી મહિલા પહેલેથી જ પરણેલી છે.

  આ પણ વાંચો - Shocking: પત્નીએ રાત્રે 18 પુરુષો સાથે કર્યો રોમાન્સ, પતિ લાવીને આપતો હતો કોન્ડોમ!

  આત્મવિશ્વાસથી લોકો સ્તબ્ધ થઈ જાય છે

  મહિલાના વીડિયોમાં તેનો આત્મવિશ્વાસ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સામાન્ય રીતે બ્યુટી બેરિયર ગણાતા ચહેરાના અનિચ્છનીય વાળ બતાવતા મહિલાનું કહેવું છે કે, ઘણી મહેનત બાદ હવે તે પોતાને આવી રીતે સ્વીકારવા માટે પૂરતો આત્મવિશ્વાસ મેળવી શકી છે. ત્યારથી તેઓ વધુ રાહત અનુભવી રહી છે. તેમને પુરુષોનો ઘણો ટેકો મળે છે, જોકે કેટલાક તેમને ટ્રોલ પણ કરે છે, જેનો તેઓ એકદમ આરામથી જવાબ આપે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ પણ છે જે તેને ટેકો કરે છે.
  Published by:Ashish Goyal
  First published: