Home /News /eye-catcher /Manjulika Viral Video: નોઈડા મેટ્રોની 'મંજુલિકા' વાસ્તવિક જીવનમાં છે ડૉક્ટર, મેટ્રોમાં કર્યું હતું એડ શૂટ
Manjulika Viral Video: નોઈડા મેટ્રોની 'મંજુલિકા' વાસ્તવિક જીવનમાં છે ડૉક્ટર, મેટ્રોમાં કર્યું હતું એડ શૂટ
મેટ્રોની 'મંજુલિકા' વાસ્તવિક જીવનમાં છે ડૉક્ટર
મેટ્રોમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક છોકરી બોલિવૂડની ફેમસ ફિલ્મ ભુલભુલૈયાના પાત્ર મંજુલિકાના વેશમાં લોકોને ડરાવતી જોવા મળી હતી. લોકોએ પહેલા વિચાર્યું કે, આ એક ઇન્સ્ટા રીલ છે, લોકોએ તેને જોરદાર શેર પણ કરી છે. શું તમે જાણો છો કે તે છોકરી વાસ્તવિક જીવનમાં શું કરે છે? તેનું નામ શું છે?
નોઈડા: હાલમાં જ નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશનની મેટ્રોમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક છોકરી બોલિવૂડની ફેમસ ફિલ્મ ભુલભુલૈયાના પાત્ર મંજુલિકાના વેશમાં લોકોને ડરાવતી જોવા મળી હતી. લોકોએ પહેલા વિચાર્યું કે, આ એક ઇન્સ્ટા રીલ છે, લોકોએ તેને જોરદાર શેર પણ કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે તે છોકરી વાસ્તવિક જીવનમાં શું કરે છે? તેનું નામ શું છે? મંજુલિકાના વેશમાં વાયરલ થયેલી તે યુવતીનું નામ પ્રિયા ગુપ્તા છે. તે વાસ્તવમાં ફિઝિયોથેરાપિસ્ટ છે.
News18 લોકલ સાથે વાત કરતાં પ્રિયા કહે છે કે, તે મૂળ બરેલીની છે. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ પણ બરેલીમાં જ પૂર્ણ કર્યો છે. તે પછી તે વધુ અભ્યાસ માટે ગાઝિયાબાદ આવી હતી. ગાઝિયાબાદમાં ફિઝિયોથેરાપીનો કોર્સ કર્યો હતો, પરંતુ તે જ સમયે સમય કાઢીને તે એક્ટિંગ અને મોડલિંગની પ્રેક્ટિસ પણ કરે છે. પ્રિયા કહે છે કે, હું નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર હતી, પરંતુ મારું મન એક્ટિંગ અને મોડલિંગમાં લાગેલું હતું. પણ મારે ભણવું હતું એટલે મેં ફિઝિયોથેરાપીનો કોર્સ કર્યો હતો. છેલ્લા છ વર્ષથી હું એક્ટિંગ અને મોડલિંગમાં સક્રિય છું.
તેણી જણાવે છે કે, જે વીડિયો વાયરલ થયો હતો તે 22 ડિસેમ્બરે એક એડ શૂટ માટે કરવામાં આવ્યો હતો, તેનો એક નાનો વીડિયો કોઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, તે પછી વીડિયો વાયરલ થયો હતો.
noida majulika girl viral video
પરિવારના સભ્યોનો સહયોગ
પ્રિયા ગુપ્તાને બે ભાઈ-બહેન છે. તેના પિતા બિઝનેસમેન છે અને ગાઝિયાબાદમાં જ કામ કરે છે. પ્રિયા કહે છે કે, જે દિવસે આ વીડિયો વાયરલ થયો હતો. તે દિવસે માત્ર મારા મિત્રો અને સંબંધીઓએ જ મને વીડિયો મોકલ્યો હતો. ઘરના લોકો ખૂબ જ સપોર્ટ કરે છે. પપ્પા-મમ્મી, ભાઈ બધા મને મારું સપનું પૂરું કરવા રોકતા નથી. તે કહે છે કે, મેં ઘણી વેબ સિરીઝ અને ટીવી એડમાં કામ કર્યું છે. હજુ ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર