અહીં રાવણની પ્રતિમા સામે ઘૂંઘટમાં રહે છે મહિલાઓ, દશેરાના અવસરે થાય છે દશાનનની પૂજા

અહીં રાવણની પ્રતિમા સામે ઘૂંઘટમાં રહે છે મહિલાઓ, દશેરાના અવસરે થાય છે દશાનનની પૂજા
રાવણ દહનની ફાઇલ તસવીર

Dussehra 2020: અહીં દશેરા પર્વ પર સવારથી જ લોકો પૂજા કરવા આવે છે અને રાવણની આરતી ઉતારે છે

 • Share this:
  નરેન્દ્ર ધનૌટિયા, મંદસૌરઃ દશેરા (Dussehra) પર્વ પર સમગ્ર દેશમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે પરંતુ મધ્ય પ્રદેશમાં એક જગ્યા એછી છે જ્યાં રાવણના પૂતળાનું દહન નથી કરવામાં આવતું. પરંતુ રાવણની પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. અહીં રાવણને જમાઈ માનવામાં આવે છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના મંદસૌર (Mandsaur) જિલ્લાના ખાનપુર ક્ષેત્રમાં રાવણ (Ravan)ની પૂજા ધૂમધામથી કરવામાં આવે છે. દશેરા પર હાથોમાં આરતીની થાળી લઈને, ઢોલ અને નગારા વગાડતાં રાવણની પ્રતિમાની પૂજા દર વર્ષે અહીં થાય છે. દશેરા પર્વ પર સવારથી જ લોકો પૂજા કરવા આવે છે અને રાવણની આરતી ઉતારે છે.

  મૂળે મંદસૌરમાં નામદેવ સમાજ છેલ્લા 300થી વધુ વર્ષોથી દશાનન રાવણની પૂજા કરતો રહ્યો છે. નામદેવ સમાજ રાવણની પત્ની મંદોદરીને પોતાની દીકરી માને છે. આ કારણે સમુદાયના લોકો રાવણને પોતાના જમાઈ માને છે અને પૂજા પણ કરે છે.  આ પણ વાંચો, તમામ રેકોર્ડ તૂટ્યા, અયોધ્યાની રામલીલાના દર્શકોની સંખ્યા 10 કરોડને પાર

  મંદસૌરમાં નામદેવ છિપા સમાજના અધ્યક્ષ રાજેશ મેડતવાલે જણાવ્યું કે વર્ષોથી સમાજના લોકો રાવણની પૂજા કરતા આવ્યા છે. સ્થાનિક કર્મકાંડી વિદ્યાન શ્યામ પંડ્યાનું કહેવું છે કે એક માન્યતા છે કે રાવણની પત્ની મંદોદરી નામદેવ પરિવારની જ દીકરી હતી, તેથી રાવણને જમાઈની જેમ સન્માન આપવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે.

  આ પણ વાંચો, Bihar Poll 2020: જનતા દળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર નારાયણ સિંહની ગોળી મારી હત્યા, લોકોએ હુમલાખોરને મારી નાખ્યો

  ઘૂંઘટમાં રહે છે મહિલાઓ

  નામદેવ સમાજન તનિષ્ક બઘેરવાલનું કહેવું છે કે અહીં મહિલાઓ દશાનન રાવણને જમાઈ માને છે. આ કારણે ઘૂંઘટ કાઢીને જ રાવણની પ્રતિમાની સામેથી પસાર થાય છે. રાવણના વિશે એક માન્યતા એવી પણ છે કે અહીં એકાંતરો તાવ આવે છે તો પગમાં રક્ષા સૂત્ર બાંધવાથી તે ઠીક થઈ જાય છે. લોકો અહીં આવે છે અને રાવણના પગમાં લચ્છો જેનો લાલ દોરો કહે છે, તેને બાંધવામાં આવે છે.
  Published by:Mrunal Bhojak
  First published:October 25, 2020, 08:14 am

  ટૉપ ન્યૂઝ