Home /News /eye-catcher /લૉટરીમાં 75 કરોડ જીત્યો શખ્સ, લક્ઝરી કાર ખરીદીને કંટાળ્યો તો હવે શોધી રહ્યો છે પત્ની

લૉટરીમાં 75 કરોડ જીત્યો શખ્સ, લક્ઝરી કાર ખરીદીને કંટાળ્યો તો હવે શોધી રહ્યો છે પત્ની

કુરસત યિલડ્રિમને 75 કરોડની લોટરી લાગી.

Man Won 75 Crores in Lottery: કુરસત યિલડ્રિમને જર્મનીમાં 75 કરોડની લોટરી જીતી હતી, જેમાંથી તેણે ટોપ સ્પોર્ટ્સ કાર ખરીદી હતી. જ્યારે તે આ પૈસા ખર્ચીને કંટાળી ગયો, ત્યારે તેણે એવી છોકરીની શોધ શરૂ કરી કે જેની સાથે તે લગ્ન કરીને સેટલ થઈ શકે.

વધુ જુઓ ...
    Man Won 75 Crores in Lottery: લોકો પોતાના માટે સુવિધાઓ એકઠી કરવા માટે વિવિધ પ્રયાસો કરે છે અને તેના માટે સખત મહેનત કરે છે, પરંતુ જો કોઈને બેઠા બેઠા કરોડો રૂપિયા મળે છે, તો તે તેના બધા શોખ પૂરા કરવા માંગે છે. જ્યારે એક વ્યક્તિને કરોડોની લોટરી લાગી તો તેણે પણ આવું જ કર્યું. તેણે એટલો ખર્ચ કર્યો કે તે પોતે પણ કંટાળી ગયો.

    કુરસત યિલડ્રિમને જર્મનીમાં 75 કરોડની લોટરી જીતી હતી, જેમાંથી તેણે ટોપ સ્પોર્ટ્સ કાર ખરીદી હતી. જ્યારે તે આ પૈસા ખર્ચીને કંટાળી ગયો, ત્યારે તેણે એવી છોકરીની શોધ શરૂ કરી કે જેની સાથે તે લગ્ન કરીને સેટલ થઈ શકે. આ વ્યક્તિ પાસે Ferrari 448 Pista અને Porsche Turbo S Cabriolet જેવી કાર છે.

    વ્યક્તિને 75 કરોડની લાગી હતી લોટરી


    જર્મનીના ડોર્ટમંડમાં રહેતો કુરસત યિલડ્રિમ વ્યવસાયે બિલ્ડર છે અને તેણે 24 સપ્ટેમ્બરે 75 કરોડની લોટરી જીતી હતી. આ પછી તેણે 4 કરોડ અને 3 કરોડ રૂપિયાના બે લક્ઝરી વાહનો ખરીદ્યા હતા.

    આ પણ વાંચો: કરોડોની લોટરી જીત્યા બાદ વેશ બદવીને ઈનામ લેવા પહોંચ્યો શખ્સ! ખૂબ જ રસપ્રદ છે કારણ

    આ પછી તેણે પોતાની લક્ઝરી ઘડિયાળ અને અન્ય વસ્તુઓ પણ લઈ લીધી અને અંતે જ્યારે તે આ રીતે પૈસા ખર્ચીને કંટાળી ગયો ત્યારે તેણે લગ્ન કરીને પોતાનું જીવન સેટલ કરવાનું વિચાર્યું. જર્મન અખબાર બિલ્ડ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે તે હવે પ્રેમમાં પડવા અને લગ્ન કરવા માંગે છે.

    આ પણ વાંચો: વિમાન ઉડાવતા પહેલા એન્જિનમાં ફેંકવામાં આવે છે મરઘી, આમ ન કરવીથી સર્જાઈ શકે છે દુર્ઘટના

    હવે માત્ર લગ્ન કરવા માંગુ છું


    15 વર્ષથી લોટરી ખરીદનાર કુરસત કહે છે કે તે આ પૈસાથી લોકોને ખુશ કરી શકે છે. તેણે તેના પરિવાર અને સંબંધીઓને પૈસા પણ આપ્યા છે. તેનું કહેવું છે કે હવે તે માત્ર લગ્ન કરીને સેટલ થવા માંગે છે. તે કહે છે કે તે હવે માત્ર એવી છોકરીની શોધમાં છે જેના પર તે વિશ્વાસ કરી શકે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ કુરસત વિશે સ્થાનિક લોકોનું કહેવું છે કે તે શરાબી, દેકારો અને હિંસાના મામલામાં ફસાયેલો છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bizzare, OMG News, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन