ગર્લફ્રેન્ડને મળવા તોડ્યું લૉકડાઉન, પકડાયો તો કહ્યું- ‘તેની બહુ યાદ આવતી હતી’

ગર્લફ્રેન્ડને મળવા તોડ્યું લૉકડાઉન, પકડાયો તો કહ્યું- ‘તેની બહુ યાદ આવતી હતી’
લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારા યુવકને પોલીસે ઝડપી પાડ્યો, કોર્ટે એક મહિનો જેલની સજા ફટકારી

લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારા યુવકને પોલીસે ઝડપી પાડ્યો, કોર્ટે એક મહિનો જેલની સજા ફટકારી

 • Share this:
  સિડનીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં લૉકડાઉન (Lockdown) લાગુ છે. લૉકડાઉનના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ આ મહામારીથી બચવાની એકમાત્ર રીત ઘરમાં રહેવું છે. તેમ છતાંય કેટલાક લોકો હજુ પણ મામલાની ગંભીરતા નથી સમજી રહ્યા અને પોતાની સાથોસાથ બીજાનો જીવ પણ જોખમમાં નાખી રહ્યા છે. આવા લોકો સામે પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરી રહી છે.

  આ કિસ્સો ઓસ્ટ્રેલિયા (Australia)ના પર્થનો છે. અહીં એક યુવકને લૉકડાઉન તોડ્યા બાદ મંગળવારે એક મહિનાની સજા ફટકારવામાં આવી છે. તે પ્રતિબંધ હોવા છતાંય પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે તેના ઘરે પહોંચી ગયો હતો.  મળતી જાણકારી મુજબ, પર્થના 35 વર્ષીય જોનાથન ડેવિડે લૉકડાઉનનું ઉલ્લંઘન કરતાં મેજિસ્ટ્રેટ કોર્ટે એક મહિનાની સજા ફટકારી છે. જ્યારે તેને કોર્ટમાં પૂછવામાં આવ્યું કે તેણે લૉકાડાઉનનું ઉલ્લંઘન કેમ કર્યું તો તેણે બચાવમાં કહ્યું કે, હું મારી ગર્લફ્રેન્ડે બહુ મીસ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં લૉકડાઉનનું ઉલ્લંઘન કરતાં જેલની સજા ફટકારી હોય એવો આ પહેલો મામલો છે.

  આ પણ વાંચો, Lockdown 2.0: લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ નહીં, મહેમાનોની સંખ્યા અંગે કલેક્ટર નિર્ણય લેશે

  ઓસ્ટ્રેલિયાની પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, જોનાથન ડેવિડની એક મહિના પહેલા પર્થની એક હોટલમાં અનિવાર્ય ક્વૉરન્ટાઇનના ઉલ્લંઘન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે સૌથી પહેલા તો તેણે ભોજન લાવવા બાબતે કાયદાનો મજાક ઉડાવ્યો, પરંતુ થોડાક કલાક બાદ તેણે પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે ક્વૉરન્ટાઇનનું ઉલ્લંઘન કર્યું હતું.

  આ પણ વાંચો, Lockdown: આ ગામમાં 22 દિવસથી જાનૈયા સાથે ફસાયો દુલ્હો, સ્કૂલમાં અપાયો આશરો
  Published by:News18 Gujarati
  First published:April 15, 2020, 15:55 pm

  ટૉપ ન્યૂઝ