Home /News /eye-catcher /Viral video: ફ્લાઈટમાં માસ્કની જગ્યાએ માણસે પહેરી પ્રેમિકાની લાલ અન્ડરવેર, લોકો જોતાં જ રહી ગયા!
Viral video: ફ્લાઈટમાં માસ્કની જગ્યાએ માણસે પહેરી પ્રેમિકાની લાલ અન્ડરવેર, લોકો જોતાં જ રહી ગયા!
આ દરમ્યાન કોઈએ આ ઘટનાનો વિડીયો બનાવીને તેને ટ્વિટર પર શેર કરી નાખ્યો. (Image- Twitter)
Weird Flight Video: ફ્લોરિડામાં (Florida) એક બહુ જ અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. 38 વર્ષના પુરુષે ફ્લાઈટમાં માસ્કની જગ્યાએ પોતાની પ્રેમિકાની લાલ અન્ડરવેર ચહેરા પર પહેરી લીધી હતી.
OMG: દુનિયામાં કોરોના વાયરસે (Corona Virus) હાહાકાર મચાવી દીધો છે. આ વાયરસને લીધે લોકોની જિંદગીમાં ઘણાં પરિવર્તન આવ્યા છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જેવી બાબતો વ્યક્તિની જીવનશૈલીમાં વણાઈ ગઈ છે. કોરોના સહેજ હળવો બન્યો તો લોકોમાં સહેજ બેફિકરાઈ જોવા મળી, પણ ત્યાં ઓમિક્રોને (omicron) પગપેસારો કરીને ભય પેદા કર્યો છે એટલે નિયમો ફરી કડક બન્યા છે. આ દરમ્યાન ફ્લોરિડામાં (Florida) એક બહુ જ અજીબોગરીબ કિસ્સો (Weird Flight Video) સામે આવ્યો છે. કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવાને પગલે એક માણસને ફ્લાઈટમાંથી નીચે ઉતારી નાખવામાં આવ્યો.
મિયામી, ફ્લોરિડામાં રહેતા એડમ જેને નામના પુરુષને યુનાઈટેડ એરલાઈનની ફ્લાઈટથી વોશિંગ્ટન ડીસી જવાનું હતું. પરંતુ આ વ્યક્તિએ ફ્લાઈટમાં એવી હરકત કરી નાખી કે તેને પ્લેનના ટેક ઓફ પહેલા ઉતારી દેવામાં આવ્યો. Insider ન્યુઝના જણાવ્યા મુજબ, 38 વર્ષના પુરુષે ફ્લાઈટમાં માસ્કની જગ્યાએ પોતાની પ્રેમિકાની લાલ અન્ડરવેર ચહેરા પર પહેરી લીધી હતી.
રિપોર્ટ્સ મુજબ, એ માણસે લાલ રંગની અન્ડરવેરને પોતાના મોં પર માસ્કની જેમ બાંધી (Man Wear Red Underwear As Face Mask) હતી. આ પહેરીને તે આરામથી પોતાની સીટ પર બેસી ગયો હતો. જોકે, એરહોસ્ટેસ અને કેબિન ક્રૂને આ વાત પચી નહીં. થોડી વાર પછી ક્રૂ મેમ્બર્સે આવીને તેને માસ્ક ચેન્જ કરવાનું કહ્યું. તેને કહેવામાં આવ્યું કે અન્ડરવેરને માસ્કની જેમ પહેરવું એ નિયમ વિરુદ્ધ છે. પરંતુ એ માણસ દલીલ કરવા લાગ્યો. આ દરમ્યાન કોઈએ આ ઘટનાનો વિડીયો બનાવીને તેને ટ્વિટર (Viral flight video) પર શેર કરી નાખ્યો.
ઘણી સમજાવટ પછી પણ વ્યક્તિએ આ અનોખો ફેસ માસ્ક હટાવ્યો ન હતો
એડમે છેવટ સુધી પોતાના મોં પરથી અન્ડરવેર કાઢવાનો ઇનકાર કરી નાખ્યો. પછી પોલિસને આ મામલે વચ્ચે આવવું પડ્યું. આ આખી ઘટના દરમ્યાન તે ચૂપચાપ બેસી રહ્યો અને સૌની વાતો સાંભળતો રહ્યો. આખરે એડમ પોતાની સીટ પરથી ઊભો થયો અને કોઈને કંઈ જવાબ આપ્યા વગર પ્લેનથી નીચે ઉતરી ગયો.
તેનું કહેવું હતું કે અન્ડરવેરથી પણ તેનું મોં ઢંકાયેલું છે. એવામાં તેણે કોઈ નિયમનું કોઈ ઉલ્લંઘન નથી કર્યું. કહેવાય છે કે પ્લેનથી નીચે ઉતર્યા બાદ એડમ જેનેને એરલાઈન્સ તફથી મેઈલ ગયો હતો જેમાં લખ્યું હતું કે તેને કેસના ઇન્વેસ્ટીગેશન સુધી ફ્લાઈટ તરફથી બેન (Man banned from flight for wearing weird mask) કરવામાં આવ્યો છે.
એડમ જેનને તો કદાચ થોડા સમય સુધી ફ્લાઈટમાં બેસવા નહીં મળે તેનો રંજ હશે, પણ સોશિયલ મીડિયા પર આ વિડીયો જોઈને લોકો તેને શેર કરી રહ્યા છે અને જાતજાતની કમેન્ટ્સ કરીને મજા લઈ રહ્યા છે!
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર