ઓનલાઇન વીડિયો જોઇને કરાવી પત્નીની ડિલિવરી, થયું મોત

આ ડિલેવરી મહિલાનાં પતિએ તેનાં બે મિત્રોની મદદથી કરવી હતી. ખાસ વાત તો એ છે કે જે ત્રણ જણાએ મળીને ડિલેવરી કરાવી તેમાંથી કોઇ જ મેડિકલનું જ્ઞાન ધરાવતું ન હતું

આ ડિલેવરી મહિલાનાં પતિએ તેનાં બે મિત્રોની મદદથી કરવી હતી. ખાસ વાત તો એ છે કે જે ત્રણ જણાએ મળીને ડિલેવરી કરાવી તેમાંથી કોઇ જ મેડિકલનું જ્ઞાન ધરાવતું ન હતું

 • Share this:
  ચેન્નઇ: તમિલનાડુ અને તિરુપુરમાં યૂ-ટ્યૂબથી શીખીને ડિલિવરી કરાવવાને કારણે એક 28 વર્ષિય મહિલાએ 3.3 કિલોનાં સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ રવિવારે મહિલાનું મોત થઇ ગયુ હતું. આ ડિલેવરી મહિલાનાં પતિએ તેનાં બે મિત્રોની મદદથી કરવી હતી. ખાસ વાત તો એ છે કે જે ત્રણ જણાએ મળીને ડિલેવરી કરાવી તેમાંથી કોઇ જ મેડિકલનું જ્ઞાન ધરાવતું ન હતું.

  ક્રિથિગા નામની મહિલા એક પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર હતી. તેનો પતિ કાર્તિકેયન કપડાં બનાવતી ફેક્ટ્રીમાં કામ કરતો હતો. તેમને ત્રણ વર્ષની એક બાળકી પણ છે. ક્રિથિગાનાં પિતા રાજેન્દ્રને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે, 'તેમનાં પહેલાં બાળકની ડિલેવરી હોસ્પિટલમાં થઇ હતી. પણ ક્રિથિગા ઇચ્છતી હતી કે તેમનું બીજુ બાળક ઘરમાં જ જન્મ લે.'

  રાજેન્દ્રને ઉમેર્યું કે, 'જ્યારથી ક્રિથિગાની મિત્ર લાવણ્યાએ તેનાં ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો. અને તે બાળક અને માતા બંને સ્વસ્થ હતાં ત્યારથી ક્રિથિગા પણ ઇચ્છતી હતી કે તે પણ તેનાં બીજા સંતાનને ઘરે જ જન્મ આપે.'

  આ આખી ઘટનામાં એક સીનિયર પોલીસ અધિકારીનું કહેવું છે કે, 'તેમણે વીડિયો જોયો છે જેમાં મહિલા પોતાની મરજીથી ઘરમાં ડિલેવરી કરવા તૈયાર છે.'
  Published by:Margi Pandya
  First published: