આંગણે કચરો ફેંકી જનાર શખ્સને 3 વર્ષ સુધી શોધતુ રહ્યું કપલ, કેમેરો મૂકી તપાસ કરી તો ચોંકી ગયા

પ્રતિકાત્મક તસવીર

ન્યૂ યોર્કના એડવર્ડ અને શેરલી નામના દંપતીના આંગણે (ફ્રન્ટ યાર્ડ)માં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ શખ્સ વપરાયેલા કોફી કપ નાખી જતું હતું.

  • Share this:
ભારતમાં (Indian) એકબીજાના ફળિયા બહાર કચરો (Garbage) નાખી દેવો ખૂબ સામાન્ય ઘટના માનવામાં આવે છે. પરંતુ ક્યારેક કચરો નાખવા જેવી બાબતમાં તકરાર પણ થતી હોય છે, જે ઝઘડામાં પરિણામે તો મામલો પોલીસ સ્ટેશને (Police) પહોંચે છે. જોકે, આવું ભારતમાં જ બને છે તેવું નથી. અમેરિકામાં (USA) એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં છેલ્લા 3 વર્ષથી કચરો નાખનારને પકડી પાડવા માટે ઝીણવટથી તપાસ કરવામાં આવી હતી. જેના પરિણામ આશ્ચર્યજનક મળ્યા હતા. આંગણમાં રોજ કચરો ફેંકી જતા એક શખ્સને ઝડપી પાડવા માટે કપલ દ્વારા સીસીટીવી કેમેરો મૂકી અને તપાસ કરવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ ન્યૂ યોર્કના એડવર્ડ અને શેરલી નામના દંપતીના આંગણે (ફ્રન્ટ યાર્ડ)માં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ શખ્સ વપરાયેલા કોફી કપ નાખી જતું હતું. આ ઘટના અંગે ધી બફેલો ન્યૂઝને એડવર્ડ અને શેરલીએ જણાવ્યું હતું કે, કોફી કપ ફેંકી જનાર વ્યક્તિને પકડવા માટે અમે વૃક્ષ ઉપર કેમેરો ફિટ કરી આંગણા ઉપર નજર રાખી હતી. આ તપાસમાં આસપાસના પાડોશીઓ પણ જોડાયા હતા. દરમિયાન એક શંકાસ્પદ મિનિવાનનો પીછો કરી તેની નંબર પ્લેટના આધારે તપાસ કરવમાં આવી હતી.

આ પણ વાંચો :   સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viral

આ ઘટના અંગે એડવર્ડ પેટને પોલીસને જાણ કરી હતી. પોલીસે મિનિવાન રોકીને તલાશી લેતા તેમાંથી 76 વર્ષના લેરી પૉપ નામના વૃદ્ધ નીકળ્યા હતા. આ વ્યક્તિ શેરલી પેટનના પૂર્વ સહકર્મી હતો અને તેની સાથે યુનિયનની બાબતે કેટલાક મતભેદ હતા.

આ પણ વાંચો : કોરોનાથી મૃત્યુ પામેલા હિન્દુ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરીને બે મુસ્લિમ ભાઈઓએ માનવતાનું ઉદાહરણ પાડ્યું

આ કેસમાં પૉપ ઉપર સતામણીનો કેસ ચલાવાયો છે. ઉપરાંત રોડ પરથી કચરો નાખવા બદલ પણ કલમો લાગી છે. આ ઘટના અંગે શેરલી પેટને ધી ન્યૂઝને જણાવ્યું કે, "મારા માટે વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે કે હું ઓળખતી હોવ તે કોઈક એવું કંઈક કરશે. ખાસ કરીને આટલી ઉંમરે!" જ્યારથી પૉપને પકડી પાડવામાં આવ્યા ત્યારે બાદથી કોફી કપ નાખવાની ઘટના બંધ થઈ ગઈ છે.
First published: