Home /News /eye-catcher /

OMG! Coronaથી સંક્રમિત થવા માંગે છે શખ્સ! વાયરસ માટે પૈસા ખર્ચવા માટે પણ છે તૈયાર

OMG! Coronaથી સંક્રમિત થવા માંગે છે શખ્સ! વાયરસ માટે પૈસા ખર્ચવા માટે પણ છે તૈયાર

કોરોના સંક્રમિત થવા માંગે છે આ વ્યક્તિ

એક માણસ કોરોનાવાયરસ (coronavirus)થી સંક્રમિત (corona infected) થવા માટે એટલો બેતાબ છે કે તે તેના માટે પૈસા (Man Wants to infect with Corona) ખર્ચવા તૈયાર છે. આ પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.

    Man Wants to infect with Corona: જ્યાં લોકો કોરોના વાયરસ (coronavirus)નું નામ સાંભળતા જ ગભરાઈ જાય છે ત્યારે એક વ્યક્તિ એવો પણ છે જે એવી છોકરી (women)ની શોધમાં છે જે તેને કોરોના પોઝીટીવ (corona positive) કરી શકે. આ માટે તે પૈસા ખર્ચવા પણ તૈયાર છે, બસ શરત એ છે કે છોકરી કોરોના પોઝિટિવ હોવી જોઈએ.

    થાઇલેન્ડ (Thailand)ની એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તેવી મહિલા અથવા છોકરી સાથે પાર્ટી કરવા માંગે છે. આ માણસનો હેતુ (Man Wants to become Corona Positive) તેની સાથે રહેવાનો માત્ર એ છે કે પાર્ટી દરમિયાન છોકરીને તેને કોરોના પોઝિટિવ કરી દે. તેણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે કોઈ રોમેન્ટિક સંબંધમાં આવવા માંગતો નથી પરંતુ તે ફક્ત એક છોકરીની શોધમાં છે જે પાર્ટી દરમિયાન કોરોના પોઝિટિવ બનાવે.

    કોરોના પોઝીટીવ થવાની ઈચ્છા
    ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ આ વ્યક્તિએ પોતાના કામ માટે પરફેક્ટ વુમન મેળવવા માટે રેગ્યુલર બ્રોકરની મદદ માંગી છે. મહિલાએ પહેલા તેના એન્ટિજેન ટેસ્ટને પોઝિટિવ બતાવવો પડશે અને પછી તેણે પણ કોરોના પોઝિટિવ બનાવવું પડશે.

    આ પણ વાંચો: OMG! કરોડોમાં વેચાઈ રહ્યું છે ઝૂંપડી જેવું ઘર, લોકો ખરીદદારને કહ્યું પાગલ!

    આ માટે વ્યક્તિએ £66થી £110 એટલે કે લગભગ 11,000 રૂપિયાની ઓફર કરી છે, જ્યારે તે 1300 રૂપિયાની બ્રોકરેજ પણ ઓફર કરી રહ્યો છે. આ વિચિત્ર રીતે માંગ કરી રહેલા વ્યક્તિનો સંદેશ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થાઇલેન્ડના સ્થાનિક મીડિયા દ્વારા આ વ્યક્તિની અનોખી જાહેરાત પાછળનું કારણ પણ એકદમ રસપ્રદ છે.

    આ પણ વાંચો: OMG! ‘મૃત્યુ’ના 1 વર્ષ પછી માણસને થયો Corona, હોસ્પિટલથી લઈ પોલીસના ઉડી ગયા હોશ

    ... તેથી જ કોરોના પોઝીટીવ બનવા માંગે છે શખ્સ
    ખરેખર થાઇલેન્ડની વીમા કંપનીઓ કોવિડ-19ને તેમની યોજનામાં સામેલ કરી રહી છે. જો કોઈ વ્યક્તિને કોરોનાની ચપેટમાં આવશે તો તેને 4 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. અગાઉ વીમા કંપનીઓએ આટલી તપાસ કરી ન હતી, પરંતુ હવે અધિકારીઓ દર્દીઓને મળવા જાય છે, આ જ કારણ છે કે લોકો કોરોના સંક્રમિત થવા માંગે છે. એટલુ જ નહિ થાઇલેન્ડમાં ઘણા લોકો કોરોના સંક્રમિત થવાની રીતો પણ સમજાવી રહ્યા છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Corona Positive, Coronavirus, OMG News, અજબગજબ

    આગામી સમાચાર