કૂતરું કાર ચલાવી રહ્યું હતું! 2 લોકોને ટક્કર મારી, પોલીસે માલિકની ધરપકડ કરી

News18 Gujarati
Updated: March 31, 2020, 9:57 AM IST
કૂતરું કાર ચલાવી રહ્યું હતું! 2 લોકોને ટક્કર મારી, પોલીસે માલિકની ધરપકડ કરી
કૂતરાએ ચલાવી કાર (પ્રતીકાત્મક તસવીર)

પોલીસે કારનો પીછો કર્યો તો દૃશ્ય જોઈને ચોંકી ગઈ, માલિક કૂતરાને શીખવાડી રહ્યો હતો ડ્રાઇવિંગ

  • Share this:
લૉસ એન્જેલસઃ પશ્ચિમ અમેરિકાના રાજ્ય વૉશિંગટન (Western US state of Washington)માં એક વયક્તિ કૂતરાને સ્ટિરિંગ પકડાવીને કાર ચલાવવાનું શીખવાડી રહ્યો હતો. આ દરિમયાન તેની કારે બે લોકોને ટક્કર મારી દીધી. બાદમાં પોલીસ (Police)એ આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસ અધિકારી હીથર એક્ટમૈને એએફપીને જણાવ્યું કે રવિવારની બપોરે અમારી પાસે એક ઘટના વિશે અનેક કૉલ આવ્યા ત્યારબાદ અમે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે ઘટનસ્થળે પહોંચી ગયા.

એક્ટમૈને કહ્યું કે, આ કાર લગભગ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી જ્યારે અમે તેનો પીછો કર્યો તો જોવા મળ્યું કે ડ્રાઇવર સીટ પર કૂતરો બેઠેલો હતો અને તેનો માલિક બાજુની સીટ પર બેઠો હતો. આ જોઈને પોલીસ પણ થોડાક સમય માટે અસમંજસમાં મૂકાઈ ગઈ પરંતુ બાદમાં આરોપીની ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો, લૉકડાઉનમાં રસ્તે ફરતાં મહાશયોની પહેલા ઉતારી આરતી અને પછી...જુઓ Viral Video

પોલીસે કહ્યું કે, 51 વર્ષના અલ્બર્ટો ટિટો એલેજાંદ્રોની ડ્રગ્સનું સેવન કરવા અને ખોટી રીતે વાહન ચલાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવીને કેસ નોંધવામાં આવ્યો છે. એક્ટમૈને જણાવ્યું કે, જ્યારે આરોપીને પકડવામાં આવ્યો તો તેણે પોતાનો ગુનો કબૂલ કરી દીધો અને કહ્યું કે તે સમયે કૂતરાને કાર ચલાવવાનું શીખવાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ પણ વાંચો, લૉકડાઉનમાં TVના દર્શકો માટે સારા સમાચાર, ફ્રી થઈ તમારી મનપસંદ આ 4 પેઇડ ચેનલ
First published: March 31, 2020, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading