Weird: પત્નીના જૂતાને લીધે પડી ગયેલા પતિના હાડકાં તૂટી ગયા, ભડકેલા પતિએ કેસ ઠોકી દીધો!

ક્યારેય એવું સાંભળ્યું કે કોઈએ વચમાં પડેલા જોડાંને કારણે કેસ નોંધાવો હોય?

અમેરિકા (United States)ના ઓહાયો (Ohio)માં રહેતા એક વ્યક્તિ સાથે ઘરે એવી ઘટના બની, કે મામલો કોર્ટ (Man Sues his Wife) સુધી પહોંચી ગયો. પત્નીની આદતથી પરેશાન પતિએ તેના વિરુદ્ધ કેસ ઠોકી નાખ્યો.

  • Share this:
    નવી દિલ્હી: ઘરમાં ઘણી વખત એવું થાય છે કે આપણે બૂટ-ચપ્પલ કાઢીને તેને યોગ્ય જગ્યાએ મૂકવાનું ભૂલી જઈએ છીએ. એના પરિણામે ક્યારેક પરિવારના સભ્યોનું બેલેન્સ બગડતાં તેઓ પડી પણ જાય છે. જોકે, આ વાતને લઈને અમુક સમય પૂરતો ગુસ્સો કે ચીડ દેખાય છે, પણ ક્યારેય એવું સાંભળ્યું કે કોઈએ વચમાં પડેલા જોડાંને કારણે કેસ નોંધાવો હોય?! અમેરિકા (United States)ના ઓહાયો (Ohio)માં રહેતા જૉન વૉલવર્થ (John Walworth) સાથે જ્યારે આ ઘટના બની ત્યારે તે પોતાનો ગુસ્સો રોકી ન શક્યો. તેણે પોતાની પત્ની વિરુદ્ધ વકીલની મદદથી કાયદેસરનો કેસ કરી નાખ્યો.

    જૉન વૉલવર્થ (John Walworth) સાથે જે થયું એ આમ તો એક સામાન્ય વાત હતી, પણ તેણે ઘટનાને મોટું સ્વરૂપ એટલે આપ્યું કેમકે તે જોડાંને કારણે સીડી પરથી સીધા નીચે પડી ગયા. ઊંચાઈએથી પડવાને કારણે જૉનના શરીરના હાડકા તૂટી ગયા, ભડકેલા પતિએ પોતાની પત્ની જૂડી ખૌરી (Judy Khouri) વિરુદ્ધ આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી છે. પતિનું કહેવું છે કે આ ઘટનાથી તેનું ફક્ત શારીરિક નુકસાન નથી થયું, પણ લાખોનું મેડિકલ બિલ પણ આવ્યું છે એટલે આર્થિક નુકસાન થયું એ વધારામાં.

    હાથ-પગ તૂટ્યા અને થયું લાખોનું નુકસાન

    જૉન વૉલવર્થ અને જૂડી ખૌરી ઓહાયોમાં રહે છે. ફેબ્રુઆરી, 2018માં આ ઘટના ત્યારે થઈ, જ્યારે તેમના લગ્ન પણ ન હતા થયા. તે બેસમેન્ટમાંથી વિનેગરનો જગ લાવવામાં પોતાની મંગેતરની મદદ કરી રહ્યો હતો, આ દરમ્યાન તેનો પગ ત્યાં પડેલા પગરખાંમાં ફસાયો અને તે સીડી પરથી પડી ગયો. આ ઘટનામાં તેના હાથ, પગ અને ખભાના હાડકા તૂટી ગયા. પરિણામે જૉન વૉલવર્થે જૂડી પર કેસ કરતાં કહ્યું કે તેની બેદરકારીને કારણે તેને 60 લાખનું મેડિકલ બિલ ભરવું પડ્યું, તો પોતે કામ પર ન જઈ શકતા તેને 14 લાખનું નુકસાન થયું છે.

    આ પણ વાંચો: માંડ 2 કલાક સૂવે છે NCBના સમીર વાનખેડે, એક્ટ્રેસ વાઈફ ક્રાંતિ રેડકરે કહ્યું- ‘મને માર પતિ પર ગર્વ’

    જજે કેસ ફગાવી દીધો

    જૉનને સંપૂર્ણપણે ઠીક થતાં મહિનાઓ લાગ્યા. આખરે ઓક્ટોબર 2019માં તેણે પોતાના વકીલના માધ્યમથી જૂડી પર કેસ ઠોકયો અને આરોપ લગાવ્યો કે જૂડીએ ઘરમાં ખતરનાક પરિસ્થિતિ પેદા કરી અને તે પોતાના ઘરે મહેમાનોની સુરક્ષા કરવામાં અસફળ રહી. જૂડીએ પોતાની સફાઈ આપતાં કહ્યું કે તે પોતાના જોડાં દરવાજા પાછળ રાખતી હતી. એ સમયે તેના મંગેતરને આ વાતનો ખ્યાલ ન હતો અને તેઓ એ વાત સ્પષ્ટ ન કહી શક્યા કે આ ઘટના જોડાંને કારણે જ થઈ. ત્રણ જજોની પેનલે આ કેસની સુનાવણી કરી અને જૉનનો કેસ ફગાવી દીધો. આ પૂરી ઘટનામાં સૌથી રસપ્રદ વાત એ રહી કે કેસને રદ કરવામાં આવ્યો એ પહેલાં આ કપલે લગ્ન પણ કરી લીધા હતા.
    Published by:Nirali Dave
    First published: