Home /News /eye-catcher /

Funny Video: કંઈપણ હટાવી લો, 'EMPTY હંમેશા EMPTY જ રહેશે'!

Funny Video: કંઈપણ હટાવી લો, 'EMPTY હંમેશા EMPTY જ રહેશે'!

આખો વિડીયો જોયા પછી તમે તમારી જાતને હસતા રોકી નહી શકો.

Funny Video: વિડીયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે લોકો EMPTY ના સ્પેલિંગ સાથે જે પણ કરી લે, તેનો ઉચ્ચાર એમ્પટી જ રહેશે. આ ફની વીડિયો ટ્વિટર પર @TansuYegen નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

    Funny Video: સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ કન્ટેન્ટ વાયરલ (Viral Video On Social Media) થાય છે. ક્યારેક કોઈ પોતાની પ્રતિભા બતાવતું હોય છે તો ક્યારેક કોઈના સ્ટંટ જોઈને આપણે દાંત નીચે આંગળીઓ દબાવી દઈએ છીએ. જો કે, કેટલાક વીડિયો એવા છે જે આપણી કલ્પનાથી અલગ છે. આવો જ એક વીડિયો અત્યારે વાયરલ (How to write EMPTY in different style) થઈ રહ્યો છે, જેને જોઈને તમે ન ઈચ્છો તો પણ હસશો.

    વીડિયોમાં તે વ્યક્તિ કહી રહ્યો છે કે લોકો EMPTYના સ્પેલિંગ સાથે જે પણ કરે છે, આપણે તેનો ઉચ્ચાર Empty જ કરવો પડશે. આ ફની વીડિયો ટ્વિટર પર @TansuYegen નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આખો વિડિયો જોયા પછી તમે આ માણસના તર્કથી પ્રભાવિત થશો કે નહીં તે તો ખબર નહિ, પરંતુ તમે તમારી જાતને હસતાં રોકી નહીં શકો.

    EMPTY રહેશે EMPTY જ
    વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ બોર્ડ પર EMPTYનો સ્પેલિંગ લખીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે આ શબ્દનો ઉચ્ચાર કોઈ પણ સંજોગોમાં બદલી શકાય નહીં. તે પહેલા કહે છે કે જો EMPTY માંથી E કાઢી નાખવામાં આવે, તો પણ તે EMPTY જ તરીકે વાંચવામાં આવશે.





    આ પણ વાંચો: નીચે ન ઝૂકવાનું શખ્સને પડ્યું ભારે, થઈ ગયો કાંડ! જુઓ વીડિયો

    જો Y દૂર કરવામાં આવે તો પણ તે EMPTY જ રહેશે. જો P દૂર કરવામાં આવે તો પણ તે EMPTY જ રહેશે. આ પછી, આ માણસ આખા બોર્ડને સાફ કરે છે અને કહે છે કે તમે બધું કાઢી નાખો તો પણ તે EMPTY જ રહેશે. વિડીયો જોયા પછી તમે હસ્યા વગર નહી રહી શકો.

    આ પણ વાંચો: પાંચમા માળેથી પડી બાળકી, નીચે ઉભેલા વ્યક્તિએ કેચ કરીને બચાવ્યો જીવ!

    લોકોને વિડિયો પસંદ આવ્યો
    આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TansuYegen નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 2.7 મિલિયન એટલે કે 27 લાખ લોકોએ જોયો છે અને અત્યાર સુધીમાં તેને 83 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વિડિયો શેર કરતી વખતે યુઝરે ફની કેપ્શન આપતા લખ્યું- મારું બેંક એકાઉન્ટ અત્યારે આના જેવું છે. આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. કેટલાક લોકોએ તેને રમુજી ગણાવ્યું છે તો કેટલાક લોકોએ આ વ્યક્તિની હરકતો ન સમજવાની ફરિયાદ પણ કરી છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bizzare, Funny video, Viral videos, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन