Home /News /eye-catcher /વાંદરાઓ સાથે સેલ્ફી લઈ રહ્યો હતો આ શખ્સ, ખીણમાં નીચે પડતા થયું મોત
વાંદરાઓ સાથે સેલ્ફી લઈ રહ્યો હતો આ શખ્સ, ખીણમાં નીચે પડતા થયું મોત
વાંદરા સાથે સેલ્ફી લેતી વખતે ખીણમાં પડી જતાં વ્યક્તિનું મોત
મહારાષ્ટ્રમાં વાંદરાઓ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહેલો એક વ્યક્તિ મહારાષ્ટ્રમાં 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો અને તેનું મોત થયું. આ ઘટના મંગળવારે વરંધા ઘાટ રોડ પર બની હતી.
જ્યારથી મોબાઈલ ફોનના કેમેરામાં બદલાવ આવ્યો છે અને તેની ગુણવત્તા સુધરી છે, ત્યારથી લોકોમાં ફોટા પડાવવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે. આજના સમયમાં દરેક વ્યક્તિ ફોટોગ્રાફર બની ગયો છે. મોટાભાગના લોકોને તમે સેલ્ફી લેતા જોશે. પરંતુ ઘણી વખત સેલ્ફી લેવાને કારણે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે અને તેમને ખબર પણ નથી પડતી.
જ્યારે તેઓને આ ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આજે અમે તમને આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી છે જેના વિશે અમે જણાવીશું જેમાં સેલ્ફી લેવી એ મોતને આમંત્રણ આપવા જેવું બની ગયું અને મૃત્યુ પામ્યા.
મહારાષ્ટ્રમાં વાંદરાઓ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહેલો શખ્સ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો અને તેનું મોત થયું. આ ઘટના મંગળવારે વરંધા ઘાટ રોડ પર બની હતી. પીટીઆઈએ જણાવ્યું હતું કે, "વરંધા ઘાટ રોડ પર વાંદરાઓ સાથે સેલ્ફી લેતી વખતે એક 39 વર્ષીય વ્યક્તિ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી મૃત્યુ પામ્યો હતો," પીટીઆઈએ જણાવ્યું હતું કે પીડિતની ઓળખ અબ્દુલ શેખ તરીકે કરવામાં આવી છે.
એક પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, "અબ્દુલ શેખ જે તેની કારમાં કોંકણ તરફ જઈ રહ્યો હતો, તે વરંધા ઘાટ રોડ પર વાઘજાઈ મંદિર પાસે રોકાયો હતો. આજુબાજુ કેટલાક વાંદરાઓ હતા, અને જ્યારે તે પડી ગયો ત્યારે દેખીતી રીતે તે તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો." ભોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ દબડેએ આ માહિતી આપી હતી.
તેમણે વઘુમાં ઉમેર્યું હતું કે, પોલીસે સ્થાનિક સહ્યાદ્રી બચાવ જૂથની મદદથી ઘાટમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને એક સંદેશ પણ આપે છે. સેલ્ફી લેવામાં એટલા વ્યસ્ત ન બનશો કે તમારા જીવ પર આવી બને.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર