સાંભળવામાં એ વાત ભલે વિચિત્ર લાગે, પણ અમેરિકાના (America )કોલોરાડોમાં રહેનારી એક વ્યક્તિએ ડેટિંગ વેબસાઇટ (dating website)પર કેસ ઠોકી દીધો. તેને તે સાઇટ પર અમુક છોકરીઓની જ પ્રોફાઇલ હતી તે વાતનું ખોટું લાગી ગયું. પરફેક્ટ મેચ ન મળતા ઇયાન ક્રોસ (Ian Cross)નામનો આ વ્યક્તિ એટલો ભડકી ગયો કે તેણે કંપની પર કોર્ટ કેસ કરી નાખ્યો.
29 વર્ષના ઇયાન ક્રૉસનો દાવો છે કે, તેણે The Denver Dating Companyને વેબસાઇટના સબસ્ક્રિપ્શન માટે સારી એવી રકમ ચૂકવી હતી. એવામાં તેને જો તેના જેટલી ઉંમરની છોકરીઓ ડેટિંગ માટે ન દેખાય તો તે સર્વિસ નો ફાયદો શું? જ્યારે ઇયાને આ વાત કંપનીને કહેવાની કોશિશ કરી તો કંપની તરફથી સંતોષકારક જવાબ ન મળ્યો.
ડેનેવર પોસ્ટ (Denevr Post) મુજબ ઇયાન ક્રૉસને કહેવામાં આવ્યું હતું કે આ સાઇટ પર મોટી સંખ્યામાં સિંગલ મહિલાઓ છે. ત્યારે જ તે વ્યક્તિએ સબસ્ક્રિપ્શન લીધું હતું. તેને કહેવામાં આવ્યું હતું કે મહામારીના કારણે ઘણા બ્રેક-અપ થયા છે અને 25-35 વર્ષની છોકરીઓની ઘણી બધી પ્રોફાઇલ ડેટિંગ વેબસાઇટ પર છે. ઇયાનનો આરોપ છે કે તે ફેબ્રુઆરીથી આ સાઇટનો ઉપયોગ કરી રહ્યો છે અને તેને 18-35 એજગ્રુપની માત્ર 5 છોકરીઓની જ પ્રોફાઇલ મળી છે. તેણે આ સમસ્યાના કારણે પોતાના 7 લાખ રૂપિયા સબ્સક્રિપ્શન કેન્સલ કરીને પાછા – રિફન્ડ મેળવવાની વાત પણ કરી, પરંતુ કંપનીએ તેનો કોઈ જવાબ ન આપ્યો.
ઇયાન ક્રૉસે કંપનીના આ વલણથી કંટાળીને કેસ કરવાનો નિર્ણય લીધો. તેના વકીલ મુજબ વેબસાઇટે તેના પૈસા પાછા ન આપ્યા. તેના પછી તેના ક્લાયન્ટને આ પગલું ભરવું પડ્યું. ક્રૉસ તરફથી વેબસાઇટ પર ખોટા અને ભ્રામક વાયદા કરવાનો પણ આરોપ છે. તેણે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કંપનીએ વેબસાઇટના ફેક રિવ્યૂ પણ કરાવ્યા છે અને લોકોને ઠગી રહી છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર