Mosquito Bite Left Man in Coma for 4 Weeks: તમે મચ્છરોથી થતી તમામ બીમારીઓ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આટલો ખતરનાક મચ્છર ભાગ્યે જ હશે, જે વ્યક્તિને 30 ઓપરેશન કરાવવા મજબૂર કરે.
Health: મચ્છર સામાન્ય રીતે વધુ ખતરનાક હોવાનું માનવામાં આવતું નથી. આ નાના લોહી ચૂસતાં જંતુઓનો ડંખ ચપટી જેવો લાગે છે, જે આપણી ત્વચામાં ખંજવાળ અને સહેજ સોજો લાવે છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનો શિકાર બનાવે છે. કેટલીકવાર મચ્છર માનવોમાં જીવલેણ વાયરસ ફેલાવી શકે છે જે ગંભીર બીમારીઓનું કારણ બને છે. ત્યારે જર્મનીના એક વ્યક્તિને મચ્છરના ડંખના કારણે મૃત્યુનો નજીકથી અનુભવ કરવો પડ્યો છે.
27 વર્ષીય સેબેસ્ટિયન રોટ્સ્કે, રોડરમાર્ક, જર્મનીના રહેવાસી છે. તેઓ 2021 ના ઉનાળાના મહિનાઓમાં એશિયન ટાઈગર મચ્છર કરડવાથી મૃત્યુના મોમાં ધકેલાયા હતા. એશિયન ટાઈગર મચ્છર ઈસ્ટર્ન ઇક્વિન એન્સેફાલીટીસ (EEE), વેસ્ટ નાઇલ વાયરસ, અને ડેન્ગ્યુ તાવ જેવા રોગો માટે જવાબદાર છે. આ કિસ્સામાં, સેબેસ્ટિયનના બે અંગૂઠા સહેજ કાપી નાખવામાં આવ્યા હતા અને ત્રીસ ઓપરેશન કરાવવા પડ્યા હતા. જે પછી એ ચાર અઠવાડિયા સુધી કોમામાં હતો.
ડેઈલી સ્ટારના જણાવ્યા અનુસાર, જર્મન નિવાસી બ્લડ પોઇઝનિંગથી પીડિત હતો અને તેને લીવર, કિડની, હ્રદય અને ફેફસાં ફેલ થવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. સેબેસ્ટિયનને મચ્છર કરડેલા વિસ્તારમાં થયેલા ફોલ્લાને દૂર કરવા માટે તેની જાંઘ પર ત્વચા પ્રત્યારોપણ માટે ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ વ્યક્તિએ જણાવે છે કે તેની બચવાની શક્યતા ઓછી હતી કારણ કે પેશીના સેમ્પલ મુજબ, સેરાટિયા માર્સેસેન્સ નામના જીવલેણ બેક્ટેરિયા તેની ડાબી જાંઘના લગભગ અડધા ભાગને ખાઈ ગયા હતા.
પોતાના જીવલેણ અનુભવને યાદ કરતાં સેબેસ્ટિને કહ્યું, હું વિદેશમાં ગયો નથી. મચ્છર અહીં જ કરડ્યું હશે. પછી ડંખ સતત વધતો ગયો. હું પથારીવશ થઈ ગયો, ભાગ્યે જ બાથરૂમમાં જય શકતો હતો, તાવ આવ્યો હતો અને હું ખાઈ પણ શકતો નહોતો. મને લાગ્યું કે તે લગભગ સારું થઇ જશે. અચાનક મેં જોયું કે મારા ગ્રે સ્વેટપેન્ટ સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. અચાનક, મારી ડાબી જાંઘ પર એક વિશાળ ફોલ્લો જોવા મળ્યો હતો.
આગળ તે કહે છે કે "ડોક્ટરોએ ખૂબ જ ઝડપથી અનુમાન લગાવ્યું કે એશિયન ટાઈગર મચ્છર કરડવાથી આખી બાબત બની હતી અને નિષ્ણાતને બોલાવ્યા હતા. સેબેસ્ટિયનને તાત્કાલિક ICUમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેની સારવાર કરવામાં આવી.
ડેઈલી સ્ટાર અહેવાલ આપે છે કે તેના અંગૂઠા પર ઓપરેશન કર્યા પછી સેબેસ્ટિયન અત્યાર તો ઠીક છે. અને હાલમાં, તે મેડિકલ લિવ પર છે.
એશિયન ટાઈગર મચ્છર સાથેના તેના ખતરનાક અનુભવ વિશે વાત કરતા સેબેસ્ટિને દરેકને મચ્છરના ઘાતક ડંખથી સાવચેત રહેવા અને ડંખ પછી તરત જ ડૉક્ટરની સલાહ લેવા વિનંતી કરી છે. તે કહે છે કે, યોગ્ય સમયે ડૉક્ટર પાસે જાવ – ડોક્ટરનો અભિપ્રાય લેવો યોગ્ય છે કારણકે એક નાનો ડંખ પણ જીવલેણ બની શકે છે!.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર