Home /News /eye-catcher /

રજાઓ ગાળ્યા પછી માણસ ઘરે પાછો ફર્યો, જોયુ તો 'ગાયબ' થઈ ગયુ આખું ઘર!

રજાઓ ગાળ્યા પછી માણસ ઘરે પાછો ફર્યો, જોયુ તો 'ગાયબ' થઈ ગયુ આખું ઘર!

ઈંગ્લેન્ડ (England)માં રહેતા એક વ્યક્તિનું આખું ઘર ચોરાઇ ગયું (પ્રતિકાત્મક તસવીર)

ajab gajab news- અહીં રહેતા એક વ્યક્તિને જ્યારે ખબર પડી કે તેનું ઘર હવે તેનું નથી, ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ

  વિશ્વના દરેક મનુષ્ય માટે તેનુ ઘર ખૂબ જ મહત્વપૂર્ણ છે. માણસ તેના સપનાનું ઘર બનાવવા સંપૂર્ણ બચત કરે છે. કહેવાય છે ને દુનિયાનો છેડો એટલે ઘર. પરંતુ જો તમારું ઘર એક જ ઝાટકે ચોરી થઈ ગયું હોય તો? જો તમે તમારું આખું જીવન બિલ્ડિંગમાં રોકાણ કર્યું હોય તે ઘર અચાનક તમારુ ના રહે તો? દેખીતી રીતે જ, આનાથી વધુ કંઈ તમને કોઈ મોટો ઝટકો મળી શકતો નથી.

  આવો જ એક કિસ્સો ઈંગ્લેન્ડના લ્યુટેનમાં સામે આવ્યો હતો. અહીં રહેતા એક વ્યક્તિને જ્યારે ખબર પડી કે તેનું ઘર હવે તેનું નથી, ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

  આ કેસ ઈંગ્લેન્ડના લુટ્ટેનથી સામે આવ્યો હતો. અહીં રહેતા માઇક હોલ વ્યવસાયે ચર્ચમાં પાદરી છે. તે થોડા દિવસો માટે નોર્થ વેલ્સ ગયા હતા. તેમને ત્યાં થોડો સમય રહેવું પડ્યું. પછી જ્યારે તે ઘરે પાછા ફર્યા ત્યારે તેમને દરવાજાથી જ કંઈક ખોટું લાગવા માંડ્યું.

  સૌથી પહેલાં તો જ્યારે તે પોતાની ચાવીથી ઘરનો દરવાજો ખોલવા માંગતા હતા, ત્યારે ખુલી નહિ શક્યું. જ્યારે તેઓએ બેલ વગાડ્યો ત્યારે બીજા કોઈએ દરવાજો ખોલ્યો. પછી માઇકને જે ખબર પડી તેનાથી તેમના હોશ ઉડી ગયા.

  આ પણ વાંચો: ઘરમાં 17 વર્ષીય યુવતી અને 50 વર્ષીય મહિલાની અર્ધનગ્ન હાલતમાં મળી હતી લાશ, હવે થયો ચોંકાવનારો ખુલાસો

  રજા પરથી પરત ફરેલા વ્યક્તિએ તેના ઘરની ચોરીનો ગુનો નોંધાવ્યો
  BBCએ અહેવાલ આપ્યો હતો કે માઇકનું ઘર હવે તેનું નથી. તેના ઘરની બધી વસ્તુઓ બદલાઈ ગઈ હતી. ઘરનો દરેક સામાન નવો હતો. તેમને કહેવામાં આવ્યું કે આ ઘર હવે તેમનું નથી.

  આ પણ વાંચો: Flex Engine: ફક્ત આ ફેરફારથી ફ્લેક્સ ફ્યુઅલથી દોડશે તમારી કાર! જાણો કેવી રીતે?

  આ ઘર બીજા કોઈએ 13.3 મિલિયનમાં ખરીદ્યું હતું અને હવે તે ઘરનો માલિક હતો. આ સાંભળ્યા પછી માઇકને ખૂબ આઘાત લાગ્યો. તેણે પોલીસને ફોન કર્યો. પરંતુ જ્યારે કાગળો જોવા મળ્યા ત્યારે પોલીસે માઇકને પણ ઘરની બહાર નીકળવા નું કહ્યું હતું. ખરેખર, ઘર કાયદેસર રીતે વેચાયું હતું અને હવે માઇક ઘરનો માલિક નહોતો.

  આ પણ વાંચો: હાઈ હીલ્સનું સેક્સ લાઈફ સાથે સીધુ કનેક્શન, લવ લાઈફને ફિટ રાખવામાં મળે છે મદદ

  હકીકતમાં, આ ઘર કાનૂની રીતે છેતરપિંડી દ્વારા વેચવામાં આવ્યું હતું. જેના માટે અગ્રીમેન્ટ થઈ ચૂક્યા છે. આ ઘરનું નામ નવા માલિકના નામ પરથી રાખવામાં આવ્યું હતું. માઇક છેતરપિંડીનો ભોગ બન્યો હતો. તેના નામે કોઈએ ઘર વેચી દીધું હતું અને નવા ખાતા મારફતે આખી રોકડ પણ પાછી ખેંચી લેવામાં આવી હતી. આ કેસ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ફ્રોડ દ્વારા ઘર વેચવામાં આવ્યું હોવા છતાં તેને કાયદેસર રીતે વેચવામાં આવ્યું છે. એવામાં માઇક હવે આ ઘરનો માલિક નથી રહ્યો. આ કેસની હવે તપાસ ચાલી રહી છે. માઇક અધિકારો માટે લડી રહ્યા છે. જોકે આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: England, Stolen, Weird Story, અજબગજબ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन