Near Death Experience: મૃત્યુને સ્પર્શીને પરત ફરનાર વ્યક્તિએ સંશોધકોને ચોંકાવી દીધા, જણાવ્યું શરીર છોડ્યા પછી શું થયું હતું!
Near Death Experience: મૃત્યુને સ્પર્શીને પરત ફરનાર વ્યક્તિએ સંશોધકોને ચોંકાવી દીધા, જણાવ્યું શરીર છોડ્યા પછી શું થયું હતું!
મોત પછી શું થાય છે? (પ્રતીકાત્મક તસવીર)
Near Death Experience: નીયર-ડેથ એક્સપિરિયન્સ રિસર્ચ ફાઉન્ડેશને (Near-Death Experience Research Foundation) પોતાની વેબસાઈટ પર ટોની નામના વ્યક્તિનું નિવેદન શેર કર્યું છે.
નવી દિલ્હી: લોકો હંમેશા મૃત્યુ અને તેના રહસ્યો વિશે જાણવામાં રસ ધરાવતા હોય છે. મૃત્યુ પછી શું થાય છે, શું ખરેખર પુનર્જન્મ થાય છે, શું સ્વર્ગ જેવી કોઈ જગ્યા છે? આ પ્રશ્નોના જવાબ આજ દિવસ સુધી મળ્યા નથી. દરેક વ્યક્તિ પોતાની આસ્થા અને ધર્મના આધારે આ બાબતોમાં વિશ્વાસ કરે છે. વિજ્ઞાન મૃત્યુને જીવનનો અંત માને છે, જ્યારે ઘણા ધાર્મિક લોકો માને છે કે આત્મા શરીરને બદલ્યા કરે છે. ધાર્મિક લોકો કેટલીકવાર તેમની માન્યતાને સમર્થન આપવા માટે નિયર ડેથ એક્સપિરિયન્સ (NDE)નું ઉદાહરણ આપે છે. ત્યારે મોતને સ્પર્શીને પાછા આવાનો એક અનુભવ વાયરલ થઈ રહ્યો છે.
હજાર ગણો પ્રેમ મળ્યો
નીયર-ડેથ એક્સપિરિયન્સ રિસર્ચ ફાઉન્ડેશને (Near-Death Experience Research Foundation) પોતાની વેબસાઈટ પર ટોની નામના વ્યક્તિનું નિવેદન શેર કર્યું છે. આમાં, ટોનીએ 1994ની ઘટનાનું વર્ણન કર્યું જેમાં તેણે મૃત્યુને ખૂબ જ સુખદ, શાંત અને પ્રેમથી ભરેલું ગણાવ્યું હતું. ટોનીએ વેબસાઈટ પર લખ્યુ હતું કે, "મેં અત્યારસુધી જે પ્રેમ અનુભવ્યો છે તેના કરતાં હજાર ગણો વધુ પ્રેમ મેં અનુભવ્યો." તેનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. બધું એકદમ શાંત હતું. હું કોઈ અવાજ સાંભળી શક્યો નહીં, માત્ર પ્રેમ અને શાંતિની લાગણી.
ટોનીએ ખુલાસો કર્યો કે તે તેના શરીરમાં ન હતો અને તેને પણ પૂછવામાં આવ્યું હતું કે તે પાછા ફરવા માંગે છે કે નહીં. તેણે કોઈનો અવાજ સાંભળ્યો ન હતો, બસ આ વાત તેના મગજમાં ઘૂમી રહી હતી. તેણે આ દુનિયામાં પાછા ફરવાનો નિર્ણય લીધો અને તેના શરીર પર પાછો આવી ગયો. આ વેબસાઈટ પર ઘણા લોકોએ પોતાના અનુભવો શેર કર્યા છે.
કોવિડ ચેપ પછી કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બનેલી નર્સે પણ તેની NDE શેર કરી છે. તેણે એમ પણ લખ્યું છે કે, એક લાઈટ આવી અને હું તેમાં તરવા લાગી. મેં એટલો પ્રેમ અનુભવ્યો જેટલો પૃથ્વી પર પહેલાં ક્યારેય નહોતો અનુભવ્યો. એક લાંબી ટનલ હતી, જેના છેડે કોઈ રાહ જોઈ રહ્યું હતું. એવું લાગ્યું કે હું ઘરે પરત આવી છું. મેં મારું શરીર પોર્ચ પર પડેલું જોયું અને હું પાછા જવા માંગતી ન હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર