Home /News /eye-catcher /'પત્ની ફોન પર વાતો કર્યા કરે છે, ખાવાનું નથી બનાવતી, મને તલાક અપાવો'

'પત્ની ફોન પર વાતો કર્યા કરે છે, ખાવાનું નથી બનાવતી, મને તલાક અપાવો'

પ્રતિકાત્મક તસવીર

પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્ની ફક્ત તેના પિયરિયાના લોકો સાથે જ વાત કરવાનું કે પછી ત્યાં જવાનું જ પસંદ કરે છે.

ચંદીગઢ : પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે તલાક (Divorce) લેવાની અરજી દાખલ કરી છે. અરજીમાં પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની આખો દિવસ ફોન પર જ વાતો કરતી રહે છે, તેને ખાવાનું બનાવીને પણ નથી આપતી. આથી તેણે સવારે ભુખ્યા પેટે જ કામ પર જવું પડે છે. આથી તેને તેની પત્ની સાથે તલાક લેવા છે. જોકે, કોર્ટે આ અંગે આકરી ટિપ્પણી કરતા અરજી રદ કરી નાખી છે. આ પહેલા આ વ્યક્તિ જિલ્લા કોર્ટમાં પણ અપીલ કરી ચુક્યો છે, પરંતુ ત્યાં પણ તેને કોઈ સફળતા મળી ન હતી.

'પિયરમાં જ જવાનું ગમે છે'

પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્ની ફક્ત તેના પિયરિયાના લોકો સાથે જ વાત કરવાનું કે પછી ત્યાં જવાનું જ પસંદ કરે છે. સાસરિયા પક્ષના કોઈ પણ લોકોને મળવું તેને પસંદ નથી. સાથે જ વ્યક્તિએ એવો પણ દાવો કર્યો કે તેની પત્નીને બીજા કોઈ વ્યક્તિ સાથે પણ સંબંધ છે. આવા આક્ષેપના જવાબમાં પત્નીએ કોર્ટમાં કહ્યું કે તેનો પતિ તેને દહેજ માટે પરેશાન કરે છે, આથી જ તે તેના પર આવા આક્ષેપો કરી રહ્યો છે.

કોર્ટે તલાકની અરજી રદ કરી

આ અંગે કોર્ટે પતિને ઝાટકતા કહ્યુ કે આવા નાના ઝઘડા દરેક દંપતી વચ્ચે ચાલતા રહે છે. આ માટે જ આનું સમાધાન પરસ્પર વાતચીતથી લાવવામાં આવે. સાથે જ કોર્ટે કહ્યું કે ફોન પર વાતો કરવી અને ખાવાનું ન બનાવવું એ ક્રૂરતાની વ્યાખ્યામાં નથી આવતું. બાદમાં કોર્ટે તલાક માટે દાખલ અરજીને રદ કરી નાખી હતી. સાથે જ કોર્ટે કહ્યું કે આ પ્રકારની અરજીઓથી કોર્ટનો સમય વેડફાય છે. સાથે જ કોર્ટે સલાહ આપી કે પતિ અને પત્ની આ મુદ્દે પરસ્પર વાતચીતથી કોઈ સમાધાન લાવે. આવા કેસમાં તલાક આપવા કોઈ પણ રીતે યોગ્ય નથી. આનાથી બે લોકોની સાથે સાથે બે પરિવારોનું જીવન પણ પ્રભાવિત થાય છે.
First published:

Tags: Divorce, Mobile phone, Talaq, Wife, હાઇકોર્ટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો