સિક્કાનો થેલો ભરીને યુવક 11 હજારનું લાઇટ બીલ ભરવા પહોંચ્યો, વિભાગે લેવાનો કર્યો ઇન્કાર

News18 Gujarati
Updated: March 7, 2020, 3:20 PM IST
સિક્કાનો થેલો ભરીને યુવક 11 હજારનું લાઇટ બીલ ભરવા પહોંચ્યો, વિભાગે લેવાનો કર્યો ઇન્કાર
બોરી ભરીને સિક્કા સાથે યુવક બિલ ભરવા પહોંચ્યો.

નિગમ કર્મચારીઓએ સિક્કા લેવાનો ઇન્કાર કરીને બેંક મારફતે બિલની ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો.

  • Share this:
ફતેહબાદ : હરિયાણાના ફતેહબાદમાં એક ગ્રાહક પોતાનું વીજળીનું બિલ ભરવા માટે 11 હજાર રૂપિયાના સિક્કા લઈને વીજળી નિગમની ઓફિસ પહોંચી ગયો હતો. નિગમના કર્મચારીઓએ સિક્કા લેવાનો ઇન્કાર કરતા બેંકના માધ્યમથી ચૂકવણી કરવાનું જણાવ્યું હતું. જોકે, આ માટે ગ્રાહક તૈયાર થયો ન હતો. હવે ગ્રાહકો આ વાતને કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે.

હકીકતમાં બીધડ રોડ નિવાસી કુલદીપની માતા કૈલાશ રાની અલગ રહે છે. તેણી બીમાર છે અને ચાલી નથી શકતી. જ્યારે તેનો બીજો ભાઈ માનસિક બીમાર છે. કુલદીપના જણાવ્યા પ્રમાણે તેની માતા નિયમિત વીજળીનું બિલ ભરતી હતી, પરંતુ જાન્યુઆરીમાં તેનું બિલ 46 હજાર રૂપિયા આવ્યું હતું. આ મામલે અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવે તો તેમણે કહ્યું કે બિલ ભરવું જ પડશે. આ મામલે ગ્રાહક ફોરમમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બે મહિનાની સુનાવણી બાદ કોર્ટે ફરિયાદીને 11 હજાર રૂપિયા ભરવાનો આદેશ કર્યો હતો.ફરિયાદી 11 હજારના સિક્કા લઇને પહોંચ્યો

કોર્ટના આદેશ પછી કુલદીપ ઘરેથી 11 હજાર રૂપિયાના સિક્કા લઇને વીજળી નિગમના ઑફિસે પહોંચ્યો હતો. આરોપ છે કે જ્યારે તેણે બિલ જમા કરાવવા માટે કોથળો ભરીને સિક્કા આપ્યા તો કર્મચારીએ તે લેવાનો ઇન્કાર કરી દીધો હતો. આ અંગે કુલદીપે ફરીથી કોર્ટમાં જવાની વાત કરી હતી.

આ અંગે વીજળી વિભાગના એસડીઓએ જણાવ્યું કે અમારા કર્મચારીઓએ સિક્કા લેવાનો ઇન્કાર નથી કર્યો. પરંતુ તેની સાથે બેંકમાં જઈને સિક્કાની તપાસ કરીને જમા કરવાની વાત કરી હતી. બેંકમાં વીજળી નિગમના ખાતામાં સિક્કા જમા કરવામાં આવ્યા હોત તો બિલની ચૂકવણી થઈ જતી પરંતુ ફરિયાદીએ આવું કર્યું ન હતું.
First published: March 7, 2020, 3:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading