Home /News /eye-catcher /

Hyena Video: પાલતુ Dogની જેમ ભયાનક hyena સાથે રમતો જોવા મળ્યો શખ્સ, જોઈને લોકો રહી ગયા દંગ!

Hyena Video: પાલતુ Dogની જેમ ભયાનક hyena સાથે રમતો જોવા મળ્યો શખ્સ, જોઈને લોકો રહી ગયા દંગ!

હાયનાને આ રીતે માનવી સાથે રમતા જોઈને લોકોના હોશ ઉડી રહ્યા છે.

Animals Video: વીડિયોમાં એક વ્યક્તિ પાંજરામાં હાઈના સાથે બેઠો છે અને તેની સાથે પાલતુ કૂતરા-બિલાડીની જેમ રમી (man playing with hyena) રહ્યો છે. વીડિયો (Shocking Video) જોયા બાદ લોકો ચોંકી ઉઠ્યા હતા.

    Hyena and Man Video: ભયાનક જંગલી પ્રાણીઓની યાદીમાં હાઈના (Hyena)ની પણ ગણતરી કરવામાં આવે છે, જે ખૂબ જ ખતરનાક અને ક્રૂર હોય છે. જો હાયના ટોળામાં આવે તો તેઓ સિંહને પણ માત આપી શકે છે. આવી સ્થિતિમાં હાઈનાથી અંતર રાખવું સારું છે, પરંતુ ઈન્ટરનેટ પર હાઈના સાથે રમતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ (man playing with hyena) થઈ રહ્યો છે, જેમાં તે હાઈના સાથે પાલતુ ડોગની જેમ રમતા જોવા મળી રહ્યો છે.

    હાયનાને આ રીતે માનવી સાથે રમતા જોઈને લોકોના હોશ ઉડી રહ્યા છે. આ વ્યક્તિ બંધ પાંજરામાં એવા પ્રાણી સાથે રમી રહ્યો છે જેને ખુલ્લામાં પણ કોઈ મળવાનું પસંદ નહિ કરે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો મોતના મુખમાં રમતા આ વ્યક્તિ વિશે અલગ-અલગ પ્રકારની કોમેન્ટ આપી રહ્યા છે.

    હાયના સાથે મિત્રતા
    જંગલી પ્રાણીઓ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો જોવાનું પસંદ કરે છે. અમુક વિડીયો આપણને હસાવે છે તો અમુક એવા હોય છે જેને જોઈને આપણી આંખો ફાટી જાય છે. આવો જ અમુક સેકન્ડનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ભયંકર હાઈના સાથે બેઠેલો એક વ્યક્તિ પાલતુ કૂતરા અને બિલાડીની જેમ તેની સાથે રમી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે દર્શકોના હૃદયના ધબકારા વધી રહ્યા છે પરંતુ હાયના માણસ પર હુમલો કરી રહી નથી.




    આ પણ વાંચો:સાવન પહેલા જ chicken એ પુરો કર્યો હિંચકે ઝૂલવાનો શોખ, માણી Swingsની મજા

    લોકોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો
    આ ચોંકાવનારો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર african_animal નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેનું કેપ્શન લખ્યું છે – બેસ્ટ ફ્રેન્ડ્સ. અત્યાર સુધીમાં 1 લાખ 45 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને તેના પર પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

    આ પણ વાંચો: થીજી ગયેલી નદીમાં ફસાયો Dog, પોલીસે બહાદુરીથી બચાવ્યો પ્રાણીનો જીવ

    એક યુઝરે લખ્યું- ચોક્કસ આ વ્યક્તિએ તેને બાળપણથી જ ઉછેર્યો હશે. તે જ સમયે, કેટલાક લોકોએ હાઇનાના ખતરનાક દાંત જોયા પછી આ વ્યક્તિનું ધ્યાન રાખવાનું પણ કહ્યું કારણ કે તે સૌથી વિશ્વાસઘાત પ્રાણી માનવામાં આવે છે. આ જ કારણ છે કે વીડિયો લોકોને ચોંકાવી રહ્યો છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing Video, Animals, Viral videos, અજબગજબ

    આગામી સમાચાર