Home /News /eye-catcher /OMG! મૃતક પૂર્વ પત્ની પાસેથી પણ 'બદલો' લઈ રહ્યો છે શખ્સ, રોજ કબર પર જઈને કરે છે પેશાબ

OMG! મૃતક પૂર્વ પત્ની પાસેથી પણ 'બદલો' લઈ રહ્યો છે શખ્સ, રોજ કબર પર જઈને કરે છે પેશાબ

જ્યારે મહિલાના પુત્રએ તેની કબર પર ગંદકી જોઈ તો તેણે ગુનેગારને શોધવાનો પ્રયાસ કર્યો.

Man Has Been Peeing Daily on Ex-Wife's Grave: 48 વર્ષ પહેલા પોતાની પત્નીને છૂટાછેડા આપનાર વ્યક્તિના મનમાં એટલી નફરત ભરેલી હતી કે તેના મૃત્યુ પછી પણ તે તેની પત્ની પર જઘન્ય બદલો લઈ રહ્યો હતો.

    Man Has Been Peeing Daily on Ex-Wife's Grave: પતિ-પત્ની અથવા કોઈપણ સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ચાલે છે. જો ક્યારેય આવો સંબંધ તૂટવાનો વારો આવે તો ઓછામાં ઓછું સન્માન તો જળવાવુ જ જોઈએ. જો કે, કેટલાક લોકો એવા હોય છે કે જેઓ રિલેશનશિપમાં રહીને અને છૂટા પડ્યા પછી પણ આગળનું સન્માન કેવી રીતે કરવું તે જાણતા નથી. આવા જ એક વ્યક્તિની કહાની હાલમાં વાયરલ થઈ રહી છે, જેણે તેની પૂર્વ પત્નીના મૃત્યુ પછી પણ તેનું અપમાન કર્યું હતું.

    48 વર્ષ પહેલા પોતાની પત્નીને છૂટાછેડા આપનાર વ્યક્તિના મનમાં એટલી નફરત ભરેલી હતી કે તેના મૃત્યુ પછી પણ તે તેની પત્ની સાથે જઘન્ય બદલો લઈ રહ્યો હતો. રોજ સવારે તે તેની પૂર્વ પત્નીની કબર પર પેશાબ કરવા આવતો હતો. જ્યારે મહિલાના પુત્રએ તેની કબર પર આ ગંદકી જોઈ તો તેણે ગુનેગારને શોધવાનો પ્રયાસ કર્યો.

    શખ્સ રોજે આવતો હતો આ અધમ કામ કરવા માટે


    આ ઘટના ન્યુ જર્સીની છે, જ્યાં તેમને 43 વર્ષીય માઈકલ મર્ફીની માતાની કબર પર પેશાબ અને મળથી ભરેલી બેગ મળી આવી હતી. ઓરેન્જટાઉનમાં તપ્પન રિફોર્મ્ડ ચર્ચના કબ્રસ્તાનમાં આ બનતું જોઈને, માઈકલે ત્યાં છુપાયેલ કૅમેરો ઇન્સ્ટોલ કરવાની પરવાનગી માંગી.

    આ પણ વાંચો: વિશ્વની 5 સૌથી મોટી બેંક લૂંટ કે જેમાં અબજો રૂપિયાની થઈ લૂંટ

    જ્યારે આ કેમેરાના ફૂટેજ સામે આવ્યા તો તે દંગ રહી ગયો. દરરોજ સવારે 6 વાગે એક વૃદ્ધ માણસ તેની માતાની કબર પર આવીને પેશાબ કરતો હતો. આ તેમનો નિયમ હતો, જેમાં તેમની પત્ની પણ સામેલ હતી.

    આ પણ વાંચો: '41 વર્ષથી મહિલા માત્ર લીંબુ-પાણી પર જ જીવે છે', 22 વર્ષની ઉંમરથી જ કર્યો હતો અન્નનો ત્યાગ!

    પુત્ર પિતા વિશે જાણતો ન હતો


    ફૂટેજ જોઈને માઈકલ આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ તેને ખબર ન હતી કે આ વ્યક્તિ તેના પિતા છે. વાસ્તવમાં, તેની માતા અને પિતા વચ્ચેનો સંબંધ થોડા દિવસો જ ચાલ્યો અને તેણે ગર્ભાવસ્થા દરમિયાન જ માઇકલની માતાને છૂટાછેડા આપી દીધા.



    1976 થી બંને વચ્ચે કોઈ સંપર્ક ન હોવાને કારણે, તે તેના પિતા વિશે જાણતો ન હતો. જો કે, પિતાનું મન એટલું ઘૃણાસ્પદ હતું કે તેને તેની પૂર્વ પત્નીની કબર મળતાની સાથે જ તેણે આ ઘૃણાસ્પદ કામ કરવાનું શરૂ કર્યું. દુઃખની વાત એ છે કે આ ગુના માટે કાયદામાં કોઈ સજા નથી, પરંતુ માઈકલે હવે કબ્રસ્તાનના અનાદર અંગે ફરિયાદ નોંધાવી છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG News, Viral news, અજબગજબ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन