દુનિયા અજીબોગરીબ (Weird Relationship)પ્રકારના વિચાર ધરાવનાર લોકોથી બનેલી છે. આ વિચાર તેમના સુધી જ સિમિત રહે તો બરોબર છે પણ જ્યારે તેને સોશિયલ મીડિયા પર બધાની સામે રાખી દેતો વાંચનાર ચોંકી જાય છે. એક મહિલાએ પોતાના પાર્ટનર (Girlfriend-Boyfriend Relationship)સાથે સંબંધોને લઇને આવો જ (Man Gives £15 to Her Woman after Every Night)ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તેનો પાર્ટનર તેની સાથે રાત પસાર કર્યા પછી તેને એક નિશ્ચિત રકમ આપે છે.
મહિલાએ આ પોસ્ટ ઓનલાઇન શેરિંગ (Online Sharing Site)સાઇટ Reddit પર લોકો સાથે શેર કરી છે. મહિલાએ પોતાની નહીં પોતાના પાર્ટનરની ઓળખ જાહેર કરતા કહ્યું કે ક્રિસમસની (Christmas) ગિફ્ટને લઇને તેમની વચ્ચે એક અલગ જ ડીલ ચાલી રહી છે. જો તેમનો સંબંધ ઓછો રોમાન્ટિક રહ્યા તો તેને આ વખતે ક્રિસમસ ગિફ્ટ (Christmas Gifts)પણ મળશે નહીં.
મહિલાએ લોકોને પોતાના અને પાર્ટનર વચ્ચે ડીલને શેર કરતા જણાવ્યું કે તેનો પાર્ટનર તેની સાથે જેટલી પણ વખત રોમાન્ટિક રિલેશનશિપમાં જાય છે તેટલી વખત તેને 1500 રૂપિયા આપે છે. આ માટે તેણે એક ડબ્બો બનાવી રાખ્યો છે. જેમાં આ પૈસા ભેગા થાય છે. શરત એ છે કે આ પૈસા જેટલા વધારે થશે તેટલી વધારે ગિફ્ટ મહિલાને મળી શકશે. મહિલાએ પોતાની પોસ્ટ સાથે જારની પિક્ચર પણ શેર કરી છે, જેમાં મહિલાએ કેટલાક ગિફ્ટ્સ ભરીને પૈસા ભેગા પણ કરી લીધા છે. મહિલાએ આ પોસ્ટ ભલે હળવા મૂડમાં લખેલી હોય પણ લોકોએ તેને ગંભીર રીતે લીધી છે.
મહિલાની આ પોસ્ટ જોઇને કોઇએ તેને કૂલ કહ્યું નથી. લોકોએ તેના પર આકરી પ્રતિક્રિયાઓ આપતા કહ્યું કે આ ઘણું ખરાબ છે. એક યૂઝરે તો એ પણ લખ્યું કે તે પોતાની પાર્ટનરને પ્રોસ્ટીટ્યૂટ બનાવી રહ્યો છે. એક અન્ય યૂઝરે લખ્યું કે આ બેકાર ખ્યાલ છે. મોટાભાગના લોકોએ મહિલાના પાર્ટનર વિશે ઉલ્ટા-સીધા કોમેન્ટ્સ કર્યા છે. જોકે મહિલાએ તેને લઇને કોઇ ફરિયાદ કરી નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર