Home /News /eye-catcher /Video: 28 પત્નીઓ અને 135 બાળકો સાથે 37માં લગ્ન કરી રહ્યો શખ્સ, IPSએ કહ્યું- હિંમત તો જુઓ!
Video: 28 પત્નીઓ અને 135 બાળકો સાથે 37માં લગ્ન કરી રહ્યો શખ્સ, IPSએ કહ્યું- હિંમત તો જુઓ!
વૃદ્ધાવસ્થામાં એક યુવાન છોકરી સાથે લગ્ન કરતો જોવા મળે છે.
Bravest Man Video : આઈપીએસ રુપિન શર્મા (IPS Rupin Sharma) દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ 135 બાળકો અને 28 પત્નીઓ સામે ફરીથી લગ્ન કરતો જોવા મળે છે. આ વીડિયો (Trending Video) પર લોકોએ ફની કમેન્ટ્સ કરી છે.
Man Married 37th Time : અત્યાર સુધીમાં તમે જૂના સમયના રાજાઓ અને સમ્રાટો વિશે તો સાંભળ્યું જ હશે, જેઓ એકસાથે ઘણી પત્નીઓ રાખતા હતા. તે સમયે આ ટ્રેન્ડ (Tren) સામાન્ય હતો, પરંતુ આજે ભાગ્યે જ કોઈ કરી શકે છે. આટલી બધી પત્નીઓ સાથે રહેવાનું કોઈ વિચારી પણ ન શકે, પરંતુ આ સમયે એક પુરુષનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વૃદ્ધાવસ્થામાં એક યુવાન છોકરી સાથે લગ્ન કરતો જોવા મળે છે. આ તેમના 37મા લગ્ન (Old Man Married 37th Time) છે.
આ વીડિયો IPS રુપિન શર્માએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે અને તેના પર કેપ્શન લખવામાં આવ્યું છે - અત્યાર સુધીનો સૌથી હિંમતવાન માણસ. તેણે 28 પત્નીઓ, 135 બાળકો અને 126 પૌત્રો સામે 37માં લગ્ન કર્યા છે. આ વીડિયોને જોઈને લોકોએ અલગ-અલગ રીતે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. પહેલા તમે આ વિડિયો જુઓ અને વિચારો કે આ માણસ ખરેખર આ સમયમાં કેટલો બહાદુર છે.
દાદા 37માં લગ્ન કરી રહ્યા છે વાઈરલ થઈ રહેલો વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે. વીડિયોમાં જોઈ શકાય છે કે શણગારેલી સુંદર દુલ્હનનો પડદો ઊંચકીને તેને એક વૃદ્ધ સાથે બેસાડવામાં આવે છે. આ વ્યક્તિ તેના પિતા નથી, પરંતુ તેનો પતિ છે. વીડિયો 45 સેકન્ડનો છે. લગ્ન કરનાર યુવતી શાંત દેખાય છે, પરંતુ વૃદ્ધ વ્યક્તિના પરિવારના સભ્યો ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ માત્ર ફોટા અને વિડિયો જ નથી બનાવતા પણ તાળીઓના ગડગડાટ સાથે નવી દુલ્હનનું સ્વાગત કરતા જોવા મળે છે.
લોકોએ કહ્યું- અમારાથી એક નથી સંભાળાતી આ વીડિયો ક્યાંનો છે અને ક્યારે શૂટ કરવામાં આવ્યો છે તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ આ વીડિયો ગયા વર્ષનો છે. તે 6 જૂન, 2021 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ તે ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. તેને 30.6 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે અને સેંકડો લોકોએ તેના પર કોમેન્ટ કરી છે.