Home /News /eye-catcher /વધુ પૈસા કેવી રીતે કમાવવા? ChatGPT ને આ સવાલ કરીને શખ્સ બની ગયો લાખોપતિ, એક જ દિવસમાં ઊભી કરી આખી કંપની
વધુ પૈસા કેવી રીતે કમાવવા? ChatGPT ને આ સવાલ કરીને શખ્સ બની ગયો લાખોપતિ, એક જ દિવસમાં ઊભી કરી આખી કંપની
AI ની મદદથી આ ચોંકાવનારી સિદ્ધિ હાંસલ કરી
જો કોઈની પાસે 100 ડોલર એટલે કે માત્ર 8000 રૂપિયા હોય તો શું તે એક દિવસમાં કંપની સ્થાપી શકે છે? તે પણ લાખો રૂપિયાની. ChatGPT થઈ આ શક્ય છે. જાણો શું છે આખો મામલો...
આજકાલ સ્ટાર્ટઅપને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. માણસ થોડા દિવસોમાં કરોડો રૂપિયાની કંપની સ્થાપી શકે છે અને થોડા મહિનામાં અબજોપતિ. પણ જો કોઈ કહે કે મેં એક જ દિવસમાં લાખો રૂપિયાની કંપની બનાવી છે, તો શું તમે વિશ્વાસ કરશો? કદાચ ના. પરંતુ તે થયું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી એક વ્યક્તિએ આ આશ્ચર્યજનક સિદ્ધિ હાંસલ કરી છે. તેણે ફક્ત એટલું જ પૂછ્યું હતું કે તે વધુને વધુ પૈસા કેવી રીતે કમાઈ શકે છે, તેને જે જવાબ મળ્યો તેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેની મદદથી તે આજે લાખોની સંખ્યામાં રમી રહ્યો છે.
જેક્સન ફોલ નામના આ વ્યક્તિએ ટ્વિટર પર પોતાની સ્ટોરી શેર કરી છે. તેણે કહ્યું કે ભૂતકાળમાં મેં ChatGPT વિશે ઘણી ચર્ચા સાંભળી હતી. એવું પણ કહેવામાં આવ્યું કે તેની પાસે દરેક સવાલનો જવાબ છે. મેં ગેમ પ્લેમાં ChatGPT-4 AI બોટ લોડ કર્યુ. તેને પૂછ્યું કે, તમે બિઝનેસમેન છો. તમારી પાસે માત્ર $100 છે.
તમારો ઉદ્દેશ્ય ઓછા સમયમાં વધુમાં વધુ પૈસા કમાવવાનો છે અને તે પણ કંઈપણ ખોટું કર્યા વિના તો પછી રસ્તો શું હોઈ શકે. ChatGPTએ કહ્યું કે, તમે આમાંથી ઈચ્છો તેટલી કમાણી કરી શકો છો. હું આશ્ચર્યચકિત થઈ ગયો, તેને પ્રશ્નો પૂછતો રહ્યો અને તે મને કહેતો રહ્યો.
I gave GPT-4 a budget of $100 and told it to make as much money as possible.
I'm acting as its human liaison, buying anything it says to.
Do you think it'll be able to make smart investments and build an online business?
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ચેટબોટથી ઘણી મદદ મળી. પહેલા વેબસાઈટ બનાવવાનું સૂચન કર્યું. વેબસાઈટ કેવી હોવી જોઈએ, ક્યા લેખો હોવા જોઈએ તેમાં પણ ઘણી મદદ કરી. તેણે મને GreenGadgetGuru.com ડોમેન નામ પણ સૂચવ્યું. કહ્યું- તેનાથી તમને પર્યાવરણ પ્રત્યે લગાવનો અનુભવ થશે. પછી એક સરસ લોગો પસંદ કરી આપ્યો.
બ્રાન્ડીંગની પદ્ધતિઓ પણ શીખવી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગ્રાહકોની માંગમાં હોય તેવા ઉત્પાદનોને જ રાખવા. તેણે તે ઉત્પાદનો વિશે પણ જણાવ્યું અને કહ્યું, સોશિયલ મીડિયા પર મૂકો. તેણે કેટલાક હેન્ડલ્સ પણ ગણ્યા. જેક્સને કહ્યું કે હું તેના તમામ મેસેજને ફોલો કરતો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર