લો બોલો, આ માણસ Matrimonial Adમાં સ્તન, કમર અને પગની સાઈઝ લખીને શોધી રહ્યો છે કન્યા

લગ્ન માટેની આ ઘણી જ વિચિત્ર જાહેરાત છે, જે તમને ખરેખર ચોંકાવી દેશે.

લગ્ન માટેની આ ઘણી જ વિચિત્ર જાહેરાત છે, જે તમને ખરેખર ચોંકાવી દેશે.

 • Share this:
  વૈવાહિક જાહેરાતો (Matrimonial ads), કેટલાક કિસ્સાઓમાં, વિવેકની સીમાઓ ઓળંગી શકે છે અને તમને વિચારતા કરી મૂકે છે કે, શું આ જાહેરાત જીવનસાથી (search for betterhalf) માટે છે કે, 15 વર્ષનો કિશોર ઇન્ટરનેટ પર ટાઇમપાસ કરી રહ્યો છે. આ લગ્ન માટેની જાહેરાતમાં પણ કંઈક આવું જ છે. Reddit દ્વારા સોશિયલ મીડિયામાં ફરતી થયેલી 'Betterhalf.ai' પરની આ વૈવાહિક જાહેરાત કંઈક એવી છે. જે તમારા આખા દિવસને રમૂજ પૂરું પાડી શકે છે. આ જાહેરાત આપનાર વ્યક્તિએ જાહેરાતની પ્રથમ ત્રણ લીટીઓમાં ‘કન્ઝર્વેટિવ’, ‘લિબરલ,’ ‘પ્રો-લાઇફ’ જેવા શબ્દોથી શરૂ કરીને પોતાની બેટરહાફની શોધમાં બ્રા અને ફીટ સાઈઝ તરફ આગળ વધ્યો છે.

  વ્યક્તિ આગળ પૂછે છે કે, તેનો સાથી "મેનીક્યુર/પેડીક્યોર કરતો હોવો જોઇએ અને એકદમ સ્વચ્છ હોવો જોઈએ. પ્રામાણિકપણે, તમારા જીવનસાથી પાસેથી સ્વચ્છતા સ્વીકારવી તે વિચિત્ર નથી, પરંતુ આ વ્યક્તિ જે પેટર્નથી તેની માંગણીઓ રજૂ કરી રહ્યો છે, તે પછીની જરૂરિયાત એકદમ વિચિત્ર છે અને અનુમાન કરો કે, તે શું હોય શકે! આગળની લાઇનમાં કહે છે, "તમારો પોશાક 80% કેઝ્યુઅલ અને 20% ઔપચારિક હોવો જોઈએ, પરંતુ પથારીમાં કોસ્ચ્યુમ પહેરેલો હોવો જોઈએ."

  કમરનું કદ, રાજકીય સ્પેક્ટ્રમ પરની સ્થિતિ અને "પથારીમાં પોશાક" વસ્તુઓનો ઉલ્લેખ કર્યા પછી, તે ફરીથી તેની સેનિટી પર સ્વિચ કરે છે અને લખે છે, "મૂવીઝ, રોડ ટ્રિપ્સ અને કૌટુંબિક વસ્તુઓમાં વિશ્વાસપાત્ર, પ્રામાણિક બનો" તે આગળ લખે છે."18-26 વર્ષની વયની વચ્ચે" Reddit પર શેર કરેલ સ્ક્રીનગ્રેબમાં, તેની અંગત વિગતોના કેટલાક સ્પેક્સ પણ દૃશ્યમાન છે.  આ વાંચીને એક યૂઝરે લખ્યું કે, "આ વ્યક્તિ લેડીઝ ટેલર છે કે શું?"

  દેખીતી રીતે, આ જાહેરાત ટ્વિટરમા પણ લોકોના ધ્યાનમાં આવી હતી અને Twitterati દ્વારા કંપનીના ધ્યાન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ, "જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા."
  Published by:Kaushal Pancholi
  First published: