Home /News /eye-catcher /

જોઈ લ્યો આજના યુગનો આદિમાનવ, 20 વર્ષથી કાચું માંસ ખાય છે અને વિચિત્ર લાઈફસ્ટાઈલ જીવે છે

જોઈ લ્યો આજના યુગનો આદિમાનવ, 20 વર્ષથી કાચું માંસ ખાય છે અને વિચિત્ર લાઈફસ્ટાઈલ જીવે છે

આ માણસને સોશ્યલ મીડિયા પર 2 લાખથી વધુ લોકો ફોલો કરે છે. (ફોટો- Instagram/@liverking)

બ્રાયન જોન્સન (Brian Johnson) ‘લિવર કિંગ’ (Liver King)ના નામથી જાણીતો છે. તે એટલા માટે કેમકે બ્રાયન પ્રાણીઓનું કાચું લિવર- (Man Eat Raw Liver), બોન મેરો, ટેસ્ટીકલ્સ વગેરે ખાય છે

  દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સ્વસ્થ રહે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ (Healthy Lifestyle) જીવે. પરંતુ શહેરોના માહોલમાં સારી લાઈફસ્ટાઈલ વિતાવવું ઘણું મુશ્કેલ બની ગયું છે. ખરાબ હવા-પાણી ઉપરાંત લોકોની ખાણી-પીણી પણ ખરાબ થઈ ગઈ છે. મોટાભાગના લોકો જંકફૂડનું સેવન કરે છે જેની શરીર પર માઠી અસર થાય છે. જોકે, એક વ્યક્તિ એવી છે જે પોતાની લાઈફસ્ટાઈલને બહુ વિચિત્ર રીતે (Weird Lifestyle) સુધારી રહી છે. આ માણસ આદિમાનવ (Man lives like caveman)ની જેમ જીવી રહ્યો છે અને તેને લીધે તે એવી ચીજો કરે છે જે કદાચ સામાન્ય માણસ માટે અશક્ય હશે.

  બ્રાયન જોન્સન (Brian Johnson) ‘લિવર કિંગ’ (Liver King)ના નામથી જાણીતો છે. તે એટલા માટે કેમકે બ્રાયન પ્રાણીઓનું કાચું લિવર- (Man Eat Raw Liver), બોન મેરો, ટેસ્ટીકલ્સ વગેરે ખાય છે. બ્રાયન પોતાના પરિવાર સાથે મોટાભાગનો સમય જંગલો અને પહાડોમાં વિતાવે છે. અહીં તે આદિમાનવ જેવી જિંદગી જીવે છે. તેનું માનવું છે કે આમ કરવાથી તે પોતાની શહેરી લાઈફસ્ટાઈલને બદલી રહ્યો છે. બ્રાયન હવે સંપૂર્ણપણે ફળો અને કાચા માંસ પર ગુજારો કરે છે. આ સાથે તે ખૂબ એક્સરસાઈઝ પણ કરે છે અને ઊંઘ પણ સારી કરે છે.

  બ્રાયનનું કહેવું છે કે આપણા પૂર્વજોની જેમ જીવન જીવવાથી શરીર સ્વસ્થ રહે છે. તે કહે છે જેમ આદિમાનવ (Lifestyle like early man) મજબૂત હતા, તે જ રીતે તેમની જીવનશૈલીને ફોલો કરીને કોઇપણ મજબૂત બની શકે છે.


  ડેઈલી સ્ટાર (Daily Star)ની રિપોર્ટ મુજબ બ્રાયન પહેલા પોતાના બે દીકરાઓ અને પત્ની સાથે શહેરમાં રહેતો હતો પણ તેણે નોંધ્યું કે તેના બાળકોની તબિયત સતત બગડતી જતી હતી. તેના પર શહેરની ખાણી-પીણી અને માહોલની ખરાબ અસર પડી રહી હતી. એકવાર પ્રદૂષણને લીધે તેના દીકરાને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો. ત્યારથી પરિવારે નિર્ણય કર્યો કે તેઓ શહેરોમાં ઓછા અને જંગલ વિસ્તારવામાં પ્રકૃતિના ખોળે વધુ સમય વિતાવશે.

  આ પણ વાંચો: એક જ દિવસમાં 2,71,50,00,000,000 રૂપિયા વધી Elon Muskની સંપત્તિ, Teslaનો કમાલ

  બ્રાયને બાળકોને ફળ-શાકભાજી અને પ્રાણીઓના લીવર આપવાનું શરુ કર્યું. એકાએક તેમની તબિયત સુધરવા લાગી. ત્યારથી તેઓ દરરોજ 1 પાઉન્ડ પ્રાણીઓનું લિવર કાચું ખાવા લાગ્યા. 40 વર્ષનો બ્રાયન હવે લગભગ 20 વર્ષથી પ્રકૃતિની નજીક રહે છે અને તેમણે આ સાથે એન્સેસ્ટ્રલ લાઈફસ્ટાઈલ (ancestral lifestyle) નામની કંપની શરુ કરી છે જેના માધ્યમથી તે લોકોને પૂર્વજો જેવી લાઈફસ્ટાઈલ અપનાવવા માટે મોટીવેટ કરે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Weird news, અજબગજબ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन