દારૂનાં નશામાં ધૂત વ્યક્તિએ પોલીસને જ કરી લીધી KISS, VIRAL VIDEO

News18 Gujarati
Updated: July 30, 2019, 10:36 AM IST
દારૂનાં નશામાં ધૂત વ્યક્તિએ પોલીસને જ કરી લીધી KISS, VIRAL VIDEO
હૈદરાબાદમાં એક વ્યક્તિએ પોલીસકર્મીને કથિત રીતે જકડીને કિસ કરી લીધી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

હૈદરાબાદમાં એક વ્યક્તિએ પોલીસકર્મીને કથિત રીતે જકડીને કિસ કરી લીધી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: હૈદરાબાદમાં બોનાલૂ ફેસ્ટિવલ દરમિયાન એક પોલીસ ઓફિસરને કિસ કરવાનાં આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના 28 જુલાઇનાં રવિવારે બની હતી. 28 વર્ષિય એક વ્યક્તિ કથિત રીતે દારૂનાં નશામાં હતો જ્યારે તેણે આ હરકત કરી. આરોપીની હાલમાં અટકાયત કરી લેવામાં આવી છે.

પોલીસ ઓફિસરને કિસ કરતો તે વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં નજર આવે છે કે, કેટલાંક લોકોનું એક ગ્રુપ રોડ પર ડાન્સ કરી રહ્યું હતું. અને તે જ સમયે એક યુવક ડાન્સ કરતાં કરતાં પોલીસને જુએ છે અને તેને જઇને ભેટી પડે છે. અને પોલીસને કિસ કરી લે છે. જે બાદ તુરંત જ પોલીસકર્મી તેને ધક્કો મારે છે. પોતાનાંથી અલગ કરી દે છે. અને એક થપ્પડ મારે છે.

તપાસ મુજબ આરોપી એક અંગત બેંકમાં કામ કરે છે. નલ્લાકુંતાલા પોલીસ સ્ટેશનનાં ઇન્સપેક્ટર મુરલીધરે કહ્યું કે, તેમણે IPCની કલમ 353 હેઠળ કેસ દાખલ કર્યો હતો. આરોપીની હાલમાં અટકાયત કરી લેવાઇ છે.

બોનાલૂ હૈદરાબાદનો એક હિન્દૂ ફેસ્ટિવલ છે. જે દર વર્ષે તેલંગાનામાં ઉજવવામાં આવે છે અને તેમાં ઘણાં લોકો ભેગા તાય છે. આ ફેસ્ટિવલ 28 જુલાઇએ સમાપ્ત થતો હતો.
First published: July 30, 2019, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading