Home /News /eye-catcher /OMG! ગરદન મરોડીને પક્ષીઓની કરતો હતો હત્યા, 1000 થી વધુ પક્ષીઓને મારીને ખાધા; હવે થઈ ધરપકડ

OMG! ગરદન મરોડીને પક્ષીઓની કરતો હતો હત્યા, 1000 થી વધુ પક્ષીઓને મારીને ખાધા; હવે થઈ ધરપકડ

વુએ પોલીસને કહ્યું કે તેણે તેના હોટપોટમાં રાંધવા માટે પક્ષીઓને પકડ્યા અને મારી નાખ્યા

Viral News: ગેરકાયદેસર રીતે 1,000 સંરક્ષિત પક્ષીઓને પકડીને હોટપોટમાં ખાવા માટે અમાનવીય રીતે માર્યા હતા. નવાઈની વાત એ છે કે તેણે પક્ષીઓની ગરદન મરોડીને મારી નાખ્યાં.

    Viral News: વિશ્વમાં થતી ઘણી ચોંકાવનારી ઘટનાઓ આપણે સાંભળી છે. દુનિયામાં આવા બીજા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જે ખૂબ જ ડરામણા અને વિચિત્ર હોય છે. હાલમાં ચીનમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સો સાંભળીને સૌ કોઈ નવાઈમાં છે કે વળી આવું તો કોઈ કેવી રીતે કરી શકે છે. આ એવો કિસ્સો છે જે સાંભળીને તમે વિશ્વાસ જ નહિ કરી શકો.

    ચીનમાં એકથી એક ચઢિયાતા લોકો રહે છે. એવું લાગે છે કે અહીંના લોકો કંઈક વિચિત્ર કૃત્ય કરતા રહે છે. 1,000 સંરક્ષિત પક્ષીઓને ગેરકાયદેસર રીતે પકડવા અને હોટપોટમાં ખાવા માટે અમાનવીય રીતે મારવા બદલ અહીં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે તેણે પક્ષીઓની ગરદન મરોડીને મારી નાખ્યા હતાં. આપણે વિચારી પણ નથી શકતા કે કોઈ વ્યક્તિ પક્ષીઓ સાથે પણ આવો નિર્દય વ્યવહાર કરી શકે છે. આ કિસ્સે બહાર આવતા જ સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા.

    સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે આ મહિનાની શરૂઆતમાં, સ્થાનિક પોલીસને સૂચના મળ્યા પછી ઝેજિયાંગ પ્રાંતમાં વુ અટક ધરાવતા 39 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે વુની ધરપકડ કરી, ત્યારે તેમને માણસની ઇલેક્ટ્રિક બાઇક પર મૃત પક્ષીઓની ઘણી મોટી થેલીઓ તેમજ બે નાના સાઉન્ડ રેકોર્ડર મળ્યા.

    આ પણ વાંચો: પોતાની માતાની જ કરી હત્યા, પછી મૃતદેહ સાથે લીધી 200થી વધુ સેલ્ફી

    આ રીતે પકડતો હતો પક્ષી


    બાદમાં વુએ પોલીસને બતાવ્યું કે જ્યાં તેણે પક્ષીઓને પકડવા માટે મોટી જાળી ગોઠવી હતી. જાળને વાંસના થાંભલા પર બાંધવામાં આવી હતી અને વુએ જણાવ્યું હતું કે તેના શિકારને આકર્ષવા માટે રેકોર્ડેડ બર્ડ કોલ વગાડવા માટે નજીકમાં સાઉન્ડ રેકોર્ડર લટકાવવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: Shraddha Murder Case જેવા ડરામણા કિસ્સાઓ; કોઈએ માનવીના કર્યા ટુકડા, કોઈએ બનાવ્યું શાક!

    હવે થશે સજા


    વુએ પોલીસને જણાવ્યું કે તેણે તેના હોટપોટમાં રાંધવા માટે પક્ષીઓને પકડીને મારી નાખ્યા હતા. ચીનના વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ, પક્ષીઓના શિકારમાં સ્પેરોને મારવા માટે ત્રણ વર્ષ સુધીની જેલ અને બબ્બલિંગ થ્રશને મારવા માટે પાંચથી 10 વર્ષની જેલનો સમાવેશ થાય છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG News, Shocking news, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन