Home /News /eye-catcher /કામ કરતા કરતા દાદા મગરના વાડામાં પડ્યા, 40 મગરના ટોળાએ એક એક અંગ ખાઈ ગયા
કામ કરતા કરતા દાદા મગરના વાડામાં પડ્યા, 40 મગરના ટોળાએ એક એક અંગ ખાઈ ગયા
Crocodiles- social media
સિએમ રીપ કમ્યૂને પોલીસ પ્રમુખમાં સાવરીએ જણાવ્યું છે કે, વૃદ્ધે પોતાના ફાર્મમાં એક મગરના ઈંડા જોયા. તે મગરને ઈંડાથી દૂર કરવા માટે એક હુકની મદદથી બહાર કાઢવાની કોશિશ કરવા લાગ્યા.
Crocodile Attack News Today: કંબોડિયામાં એક 72 વર્ષના વૃદ્ધને 40 મગરે ફાડી ખાધો હતો. મરનારા વૃદ્ધ કામ કરતી વખતે મગરના વાડામાં પડી ગયા હતા. પોલીસે જણાવ્યું કે, તે સખ્સ પિંજરામાં એક મગરને બહાર કાઢવાની કોશિશ કરતા હતા. આ દરમ્યાન મગરને તેના હાથમાં રહેલો ડંડો પકડી લીધો અને વૃદ્ધને અંદર વાડામાં ખેંચી લીધો. ત્યાર બાદ ચાલીસ જેટલા મગરે આ વૃદ્ધ દાદાને ખાઈ ગયા હતા. વાડો એટલો મોટો હતો કે, તેમને બચાવવાનો સમય જ મળ્યો. આ વાડો કંબોડિયાના સિએમ રીપ શહેરની નજીકનો છે. અંકોર વાટના પ્રસિદ્ધ ખંડેરના પ્રવેશદ્વાર કહેવાતા શહેર સિએમ રિપની આજૂબાજૂમાં મગરના કેટલાય ફાર્મ છે. આ મગરને તેમની ચામડી, ઈંડા અને માસ સાથે તેમના બચ્ચાના વેપાર માટે ઉછેરવામાં આવે છે.
મગરે વૃદ્ધને અંદર વાડામાં ખેંચી લીધો
સિએમ રીપ કમ્યૂને પોલીસ પ્રમુખમાં સાવરીએ જણાવ્યું છે કે, વૃદ્ધે પોતાના ફાર્મમાં એક મગરના ઈંડા જોયા. તે મગરને ઈંડાથી દૂર કરવા માટે એક હુકની મદદથી બહાર કાઢવાની કોશિશ કરવા લાગ્યા. આ દરમ્યાન મગરે દોરી ખેંચી અને વૃદ્ધને અંદર ખેંચી લીધો. તરત જ બાકીના મગરોએ તેના પર હુમલો કરી દીધો. આ ઘટના બાદ પોલીસે વાડાની અંદરથી તે વ્યક્તિના શરીરના ટુકડા બહાર કાઢ્યા. સાવરીએ જણાવ્યું કે, મગરના ટોળાએ આ વ્યક્તિ પર ત્યાં સુધી હુમલો કર્યો, જ્યાં સુધી તેનુ મોત ન થઈ જાય. તેમણે કહ્યું કે, વૃદ્ધના શરીર પર મગરના હુમલાના સ્પષ્ટ નિશાન દેખાઈ રહ્યા છે.
પોલીસે જણાવ્યું છે કે, મગરે સૌથી પહેલા આ વ્યક્તિના હાથ પર હુમલો કર્યો અને અંદર ખેંચી લીધો. બાદમાં મગરના ટોળાએ આ માણસના કેટલાય અંગ ખાઈ ગયા. તેના શરીરમાંથી ફક્ત 30 ટકા ભાગ મળી આવ્યો છે. બાકીનો ભાગ મગર ખાઈ ગયા. આ વાડાની દીવાલ પણ લોહીથી લાલ રંગની થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, 2019માં આ વિસ્તારમાં મગરના ફોર્મમાં બે વર્ષની બાળકીને મગરના ટોળાએ મારી નાખી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર