સીસીટીવી (CCTV)માં ઘણી વખત વિચિત્ર ઘટનાઓ કેદ થાય છે અને સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ (Viral on social media) પણ થઈ જાય છે. ત્યારે તાજેતરમાં યુવકની હિંમત બતાવતી ઘટના સામે છે. જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનામાં કાર ડ્રાઇવરના નિયંત્રણની બહાર હોય તેમ જોવા મળ્યું હતું, પરંતુ એક સજાગ વ્યક્તિએ સમયસૂચકતા વાપરી અકસ્માત થતા રોકી દીધો હતો. તેણે કારની ટક્કર રોકવા માટે આગળની બારીમાંથી કારમાં અંદરની તરફ કૂદકો માર્યો હતો. આ ફૂટેજ બ્રાઝિલના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ ક્લિપ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ક્લિપમાં એક કાળી કાર ફ્રેમમાં પ્રવેશતી જોવા મળે છે. કારનો અડધો ભાગ ફૂટપાથ પર હોવાથી તે બેકાબૂ જોવા મળી રહી છે. ત્યાં એક વ્યક્તિ સમયસૂચકતા વાપરી આગળની બારીમાંથી કારમાં કૂદી જાય છે. આ કાર સામેના ઘરો સાથે અથડાવાની તૈયારીમાં જ હોય છે, ત્યાં કારને રોકી દેવાય છે. તે વ્યક્તિ કારમાં હતો અને તેના પગ વાહનની બહાર લટકતા જોવા મળે છે.
આ ક્લિપને પહેલી નજરે જોતા એવું ફલિત થાય છે કે, આ કાર ઢોળાવ પરથી નીચે ગબડતી હશે અને ત્યાં ડ્રાઇવર હાજર નહોતો. જેથી કાર અટકાવવા ત્યાં હાજર વ્યક્તિ કારમાં કૂદી ગયો અને તેણે પાર્કિંગ બ્રેક ખેંચી લીધી હતી, જેના પરિણામે ઘરની બાઉન્ડ્રી સાથે અથડાતા પહેલા જ કાર અટકી ગઈ હતી.
અકસ્માત રોકવા માટે તે વ્યક્તિ દાખવેલી હિંમતથી લોકો ખૂબ પ્રભાવિત થયા હતા અને ઇન્ટરનેટ પર તેની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, આ માણસ મુખ્ય પાત્ર છે. જ્યારે બીજાએ લખ્યું હતું કે, બધા હીરો કેપ પહેરતા નથી, કેટલાક શોર્ટ્સ પસંદ કરે છે! અન્યએ લખ્યું, કે, આ બનાવ ફિલ્મના દૃશ્ય કરતા પણ સારો છે.
આવી જ બીજી એક ઘટના ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી, જેમાં ઇલિનોઇસનો યુવાન આંચકીનો ભોગ બનેલા કારના ડ્રાઇવરને બચાવવા માટે પહેલા ચાલતી કારમાં નીચે કૂદે છે અને અન્ય કારને અટકાવે છે. આ ઘટનાને પોલીસની કારના ડેશકેમ દ્વારા કેદ કરવામાં આવી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર