OMG! હવે બાઈક ચાવીને બદલે પાસવર્ડથી થશે સ્ટાર્ટ

ચાવી વગર માત્ર પાસવર્ડ નાખી બાઈક સ્ટાર્ટ કરવાનું મશીન.

હવે બાઈક ચાવીની જગ્યાએ પાસવર્ડથી સ્ટાર્ટ થશે. એક રીતે જોઈએ તો, બાઈક માટે આના કરતા વધારે સારૂ સેફ્ટી ફિચર અન્ય કઈં ન હોઈ શકે.

  • Share this:
    ભારતમાં પ્રતિભાની કોઈ અછત નથી, દેશમાં રોજ કોઈ કોઈ પણ પ્રકારની નવી ક્રિએટિવિટી કરતું રહે છે. આજે આમે વાત કરી રહ્યા છે એક એવી વ્યક્તિની જેણે ટેક્નોલોજીનો ઉપયોગ કરી એક એવી શોધ કરી, જે ભવિષ્યમાં ઉપયોગમાં આવી શકે છે. આ યુવાને ચાવી વગર માત્ર પાસવર્ડથી બાઈક સ્ટાર્ટ કરવાની શોધ કરી બતાવી છે.

    અસમના ગોલપાડામાં એક વ્યક્તિએ એવી તકનીક શોધી કાઢી છે, જેના દ્વારા હવે બાઈક ચાવીની જગ્યાએ પાસવર્ડથી સ્ટાર્ટ થશે. એક રીતે જોઈએ તો, બાઈક માટે આના કરતા વધારે સારૂ સેફ્ટી ફિચર અન્ય કઈં ન હોઈ શકે. ગોલપાડના રહેવાસી ભાસ્કર બર્મને એક એવું નાનું મશીન બનાવ્યું છે, જે બાઈકના હેંડલ પર ફિટ થાય છે અને તેમાં 1 થી 0 સુધીની નંબર પ્લેટ લાગેલી છે.

    આ પ્લેટ પર આપવામાં આવેલા નંબરની સહાયતાથી પણ માણસ પોતાનો મનપસંદ પાસવર્ડ બનાવી સેવ કરી શકે છે, અને પાસવર્ડ નાખ્યા બાદ જ બાઈક સ્ટાર્ટ થઈ શકશે. જો કોઈ ગાડી ચોરી કરવાના ઈરાદે પાસવર્ડ ખોલવાની કોશિસ કરે છે, અને સળંગ ત્રણ વખત કોટો પાસવર્ડ નાખે તો, ગાડી 24 કલાક માટે જાતે જ લોક થઈ જશે, અને અગામી દિવસે પાસવર્ડ નાખ્યા બાદ તેને ખોલી શકાશે.

    આ મામલામાં ભાસ્કરે જણાવ્યું કે, તેમનો આ પ્રયોગ સફળ રહે છે તો, અગામી સમયમાં ટુ-વ્હીલર વાહનમાં આ રીતનું પાસવર્ડ લોક સિસ્ટમ લગાવવામાં આવશે. જેથી બાઈક ચોરીની ઘટના પર લગામ લાગી જશે.
    Published by:kiran mehta
    First published: