છાતીની આર-પાર થયો સળીયો, એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી મોબાઈલ પર ગેમ રમતો રહ્યો

VIDEO GRAB

રેસક્યુ ટીમ આ વ્યક્તિને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહી છે. આ દરમ્યાન પણ તે મોબાઈલ પર ગેમ રમતો રહે છે.

 • Share this:
  અકસ્માત દુર્ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થઈ જાય તો, મેડિકલ હેલ્પ માટે તડપતો હોય છે. પરંતુ, શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ ઘાયલ વ્યક્તિની છાતીમાં લોખંડનો સળીયો ઘુસી ગયો હોય અને એમ્બ્યુલન્સ આવવા સુધી તે વ્યક્તિ બિલકુલ શાંત બેસીને મોબાઈલ પર ગેમ રમી રહ્યો હોય. જીહાં, પરંતુ આવી એક ઘટના સામે આવી છે ચીનમાં.

  ઉલ્લેખનીય છે કે, લિયોયાંગમાં રહેતા એક વ્યક્તિની કારને ગાર્ડ રેલે ટક્કર મારી દીધી હતી. તે દરમ્યાન લગભગ 4 મીટર લાંબો લોખંડનો સળીયો તેની છાતીના આર-પાર થઈ ગયો હતો. આ વ્યક્તિની છાતીમાંથી લોહી નીકળી રહ્યું હતું. તો પણ આ વ્યક્તિ દર્દથી બુમો પાડવાના બદલે, શાંતીથી બેઠો રહ્યો. એટલું જ નહી એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી તે પોતાના મોબાઈલ પર ગેમ રમતો રહ્યો.

  તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ આ ઘાયલ વ્યક્તિની હિમ્મતના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક યૂઝર્સ તેને મોબાઈલ એડિક્ટ બતાવી રહ્યા છે.

  વીડિયોમાં જોઈ શકાય છે કે, રેસક્યુ ટીમ આ વ્યક્તિને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહી છે. આ દરમ્યાન પણ તે મોબાઈલ પર ગેમ રમતો રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે.
  Published by:kiran mehta
  First published: