Home /News /eye-catcher /VIDEO: સ્પિડમાં દોડી રહેલી મહિલાને શખ્સે જોશથી મોં પર માર્યો ડંડો અને પછી...

VIDEO: સ્પિડમાં દોડી રહેલી મહિલાને શખ્સે જોશથી મોં પર માર્યો ડંડો અને પછી...

મહિલાને ડંડો મારવો

Man hitting woman on face with stick: મહિલાને ડંડો મારતો આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વિડીયો તમે જોશો તો તમારું બે મિનિટ માટે મગજ કામ કરતું બંધ થઇ જશે અને તમે પણ વિચારમાં પડી જશો

    નવી દિલ્હી: જ્યારે તમે એક્શન ફિલ્મ જુઓ છો ત્યારે મનમાં અનેક ઘણાં પ્રશ્નો થતા હોય છે કે આટલું જોરદાર શૂટિંગ કેવી રીતે થતુ હશે. જો કે ફિલ્મમાં જે દ્રશ્ય બતાવે છે એ મોટાભાગે સાચા હોતા નથી. આ રીતનું એક્શન શૂટિંગ માટે અનેક ઘણી પહેલાથી તૈયારીઓ કરવામાં આવતી હોય છે. હાલમાં જ એક જોરદાર વિડીયો વાયરલ થયો છે જે ફિલ્મો કરતા પણ બહુ ખતરનાક છે. આ વિડીયોમાં એક વ્યક્તિ મહિલાના ચહેરા પર ડંડા (Man hitting woman on face with stick) મારતો જોવા મળી રહ્યો છે, પરંતુ આ વિડીયોની હકીકત કંઇક અલગ જ છે.

    ટ્વિટર એકાઉન્ટ ઓવરટાઇમ પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જો કે આવા ખતરનાક સીન તો આપણે ખાસ કરીને મુવીમાં જ જોતા હોઇએ છીએ. આ વિડીયોમાં હકીકતમાં શું છે એ વિશે જાણી લેવું ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં..



    આ પણ વાંચો: Private Part સાથે મજાક કરવી છોકરાને પડી ભારે

    આખરે ડંડો માર્યો છે ખરા?


    વાયરલ વિડીયોમાં એક મહિલા જીમ જેવી જગ્યા પર જોવા મળી રહી છે, ત્યાં અચાનક જ એ ભાગે છે અને સામે એક પુરુષ હાથમાં ડંડો પકડેલો જોવા મળી રહ્યો છે. એ ડંડાને ઝડપથી ફેરવે છે અને મહિલાના માથા પર મારે છે. ત્યારબાદ એને ઇજા થાય છે અને એ ગાદી પર પડી જાય છે. તો તમને જણાવી દઇએ કે ખરેખર આ વિડીયો પાછળનું સત્ય શું છે. આ વિડીયોના કમેન્ટમાં એક મહિલાએ આ વિશે જાણકારી આપી છે કે, આ વિડીયોનું એક્સપ્લેનેશન તમને સાચું લાગી રહ્યું છે, પરંતુ જે મહિલા ભાગી રહી છે જે દોરડાથી બાંધેલી છે અને એવામાં ખરેખર આ ડંડો મહિલાને ટચ થતો જ નથી.



    આ પણ વાંચો: પ્રિયજનોના મૃત્યુ પછી મૃતદેહને ખાય છે આ આદિજાતિ

    વિડીયો થઇ રહ્યો છે વાયરલ


    આ વિડીયોને લગભગ 28 લાખ વ્યૂઝ મળી ગયા છે. આ વિડીયો જોઇને અનેક લોકોએ કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝર્સે તો લખ્યું છે કે...અરેસ્ટ કરી લેવી જોઇએ. જ્યારે બીજા એક વ્યક્તિએ વિડીયો જોઇને કમેન્ટ કરી છે કે...આ માત્ર સ્ટંટ છે, પરંતુ લોકોનું કહેવું છે કે આ મહિલાને દોરડાથી પાછળ ખેંચી અને એને ઇજા થઇ...જો કે ઇન્ટરનેટ પર કોઇને કોઇ પ્રકારે વિડીયો હંમેશા વાયરલ થતા રહેતા હોય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: અજબ ગજબ, અજબ ગજબ સમાચાર, મહિલા

    विज्ञापन
    विज्ञापन