Viral: ક્રુઝ શિપમાં મુસાફરી કરી રહ્યો છે આ વ્યક્તિ, પોતાને કહે છે 'દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ'
Viral: ક્રુઝ શિપમાં મુસાફરી કરી રહ્યો છે આ વ્યક્તિ, પોતાને કહે છે 'દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ'
મારિયો સાલ્સેડો નામનો વ્યક્તિ છેલ્લા 23 વર્ષથી ક્રુઝમાં છે.
Man has been living on cruise over 20 years: તમે લોકોને ક્યારેક-ક્યારેક વેકેશન માટે ક્રુઝ શિપ (Man Living on Cruise Ship)માં જતા જોયા હશે, પરંતુ મારિયો સાલ્સેડો (Mario Salcedo) નામનો માણસ છેલ્લા 23 વર્ષથી ક્રુઝમાં જ ફરી રહ્યો છે.
દુનિયામાં વ્યક્તિને ખુશ રહેવાની શું જોઈએ છે? કોઈને પૈસા જોઈએ છે, તો કોઈને પ્રતિષ્ઠા જોઈએ છે તો કોઈને મુસાફરીનો શોખ છે. મારિયો સાલ્સેડો (Mario Salcedo) નામનો માણસ કહે છે કે તેને પાણીમાં રહેવાથી સૌથી વધુ આનંદ મળે છે (Man has been living on cruise over 20 years) અને તે પાછલા 23 વર્ષથી પાણીની વચ્ચે ક્રૂઝ શિપ (Man Living on Cruise Ship) પર જ રહે છે.
પોતાને સુપર ક્રુઝર માનતા મારિયો સાલ્સેડોનું માનવું છે કે તે દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ છે અને તેને આ ખુશી પાણીની વચ્ચે સતત રહેવાના કારણે મળી છે. મારિયો સાલ્સેડો વ્યવસાયે ફાઇનાન્સર હતા. તેમને નિવૃત્તિ પછી 23 વર્ષ ક્રુઝ પર વિતાવ્યા છે, તેમણે કોરોના મહામારી દરમિયાન માત્ર 1.5 વર્ષનો બ્રેક લીધો હતો.
47 વર્ષની ઉંમરે નોકરી છોડી દીધી
મારિયો સાલ્સેડો અમેરિકાના મિયામીમાં રહેતા હતા. તેમણે પોતાનું મોટાભાગનું જીવન કોર્પોરેટ જોબ કરવામાં વિતાવ્યું. જ્યારે તેઓ લોકોને જીવનનો આનંદ માણતા જોતો ત્યારે તેમને એવું જ કરવાનું મન થતું. અંતે 47 વર્ષની ઉંમરે નોકરી છોડી દીધી. તેમની કારકિર્દી અને પૈસો ભલે નષ્ટ થઈ ગયો હોય, પરંતુ તેમના દિલની ઈચ્છા પૂરી થઈ.
તેઓ તેમની 20 વર્ષની સેવામાં ક્યારેય ક્રુઝ પર ગયા ન હતા. આવી સ્થિતિમાં તેમણે નોકરી છોડતાની સાથે જ બેક ટુ બેક 6 ક્રુઝ બુક કરાવી અને તેનો આનંદ માણ્યો. આ દરમિયાન, તે સમજી ગયા કે તેમને ખરેખર જીવનમાંથી આ શાંતિની જરૂર છે.
23 વર્ષમાં માત્ર 1-2 દિવસ જમીન પર રહ્યા
તેમની મુસાફરીનો આનંદ માણતી વખતે મારિયોએ વિવિધ ક્રુઝ જહાજોમાં મુસાફરી કરી. તે ભાગ્યે જ 1-2 દિવસ જમીન પર રહ્યા, નહીં તો તેમની આખી યાત્રા પાણી પર હતી. આ સમય દરમિયાન તેમણે કચરો હટાવવાનું અને કપડાં ધોવાનું કામ પણ જાતે કર્યું અને તે કહે છે કે આ પ્રકારનું જીવન તેમને સૌથી વધુ સુખી બનાવે છે. મારિયોએ કોર્પોરેટ ફાઇનાન્સર તરીકે નોંધપાત્ર રકમ બચાવી હતી, જેનો ઉપયોગ કરીને તે 23 વર્ષ સુધી ક્રુઝ શિપ પર રહી શક્યા છે કારણ કે તે વૈભવી તેમજ ખર્ચાળ છે. તેઓ ખાનગી ગ્રાહકો દ્વારા ક્રુઝ પર હોવા છતાં પણ પૈસા કમાય છે અને તેઓને હવે ક્રુઝ જીવન વધુ આરામદાયક લાગે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર