નવી દિલ્હીઃ કોરોના કાળ (Corona Pandemic)માં હેન્ડ સેનિટાઇઝર (Hand Sanitizers)ની જોરદાર ડિમાન્ડ રહે છે. બજારમાં અનેક પ્રકારના અને વિવિધ પ્રાઇઝ રેન્જમાં સેનેટાઇઝર મળી રહ્યા છે. વિવિધ રંગવાળા આ સેનિટાઇઝર્સની કિંમત પણ ઊંચી હોય છે. તેના કારણે લોકો સેનિટાઇઝરનો ઉપયોગ પણ સાચવીને કરતા હોય છે. પરંતુ હાલમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Video Viral) થયો છે જેમાં એક શખ્સ સેનિટાઇઝર ચોરી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ ફોન પર વાત કરતાં-કરતાં પોતાની લુંગીની અંદર છુપાવીને રાખેલી સેનિટાઇઝરની ખાલી બોટલ બહાર કાઢે છે અને તેને બાલ્કનીમાં રાખવામાં આવેલી સેનિટાઇઝરથી ભરેલી બોટલમાંથી ચૂપચાપ ભરે છે.
પરંતુ જ્યારે તે પોતાની બોટલને ફરીથી લુંગીમાં છુપાવીને ત્યાંથી જવા લાગે છે ત્યારે તેની નજર કેમેરા પ પડે છે. કેમેરાને જોઈ તેના મોતિયા જ મરી જાય છે અને સૌથી પહેલા તે માસ્ક પહેરી લે છે અને પછી ચોરેલું સેનિટાઇઝર ફરીથી બોટલમાં ભરવા લાગે છે અને પોતાની ખાલી બોટલ લુંગીમાં છુપાવી દે છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. અનેક લોકો વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. તો કેટલાક લોકોનું એવું માનવું છે કે વીડિયો નાટ્યત્મક રીતે તૈયાર કરવામાં આવ્યો છે, તે સાચો નથી.
ખૂબ મહત્વની બાબત વીડિયોની એ છે કે, શખ્સ અંતમાં પોતાના હાથ, પગ અને ગરદનમાં સેનિટાઇઝ લગાવીને ત્યાંથી રવાના થાય છે, જેનાથી કોરોના મહામારીમાં સુરક્ષિત રહેવાનો સંદેશ પણ મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર