દાદાએ પૌત્રની પ્રેમિકાને બનાવી પ્રેગ્નેન્ટ, પૌત્ર દીકરો સમજીને જેને ઊછેરતો હતો તે કાકો નીકળ્યો

દાદાએ પૌત્રની પ્રેમિકાને બનાવી પ્રેગ્નેન્ટ, પૌત્ર દીકરો સમજીને જેને ઊછેરતો હતો તે કાકો નીકળ્યો
પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયા (Social Media) પર આજકાલ એક વ્યક્તિનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રડતાં રડતાં તેની સાથે થયેલા વિશ્વાસઘાતની વાત કરી રહ્યો છે.

  • Share this:
    લંડન: આજકાલ સંબંધો (Relation) ફક્ત દેખાડા માટે જ ટકી રહ્યા છે. કોઈને ક્યારે અને કેવી રીતે દગો મળે તેની કોઈ ગેરંટી નથી. વિશ્વાસઘાતની આવી જ એક કહાની આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર શેર કરવામાં આવી રહી છે. ટિકટોક પર @stacks1400 નામથી બનાવવામાં આવેલા એક એકાઉન્ટ પર યૂઝરે પોતાના દાદાએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. આ વ્યક્તિની પ્રેમિકા સાથે તેના દાદાનું અફેર હતું. આ વાત આ વ્યક્તિને વર્ષો પછી માલુમ પડી હતી. વ્યક્તિએ તેના પુત્રનો DNA ટેસ્ટ કરાવ્યો ત્યારે તેને માલુમ પડ્યું કે હકીકતમાં તેનો પુત્ર એ તેનો કાકો છે!

    જે બાદમાં આ વ્યક્તિની જિંદગીમાં જાણે કે ભૂકંપ જ આવી ગયો હતો. આ વ્યક્તિએ પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતનો વાત લોકો સાથે શેર કરી હતી. વ્યક્તિએ એક વીડિયો બનાવ્યો છે, જેમાં તે રડતો નજરે પડી રહ્યો છે. વ્યક્તિ રડતાં રડતાં કહી રહ્યો છે કે તેને હમણા જ માલુમ પડ્યું છે કે, જે વ્યક્તિને તે પોતાનો દીકરો સમજી રહ્યો હતો તે હકીકતમાં તેનો કાકા છે. વ્યક્તિના દાદાનું અફેર તેની ગર્લફ્રેન્ડ સાથે ચાલી રહ્યું હતું. આ જ પ્રેમની નિશાની તેની પ્રેમિકાના પેટમાં ગર્ભ સ્વરૂપે ઉછરી હતી, જેને આ વ્યક્તિ પોતાનો દીકરો સમજી રહ્યો હતો.



    આ પણ વાંચો: બનાસકાંઠાના ડરામણા દ્રશ્યો: 25 ગામને જોડતો કોઝ વે ધડામ કરતા તૂટી ગયો, Live દ્રશ્યો

    રડતાં રડતાં બનાવ્યો વીડિયો

    આ વ્યક્તિએ રડતાં રડતાં પોતાનું દુઃખ લોકોને જણાવ્યું હતું. આ વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ ગયો છે. અમુક લોકોએ આ વ્યક્તિને સાંત્વના પણ આપી હતી. એક વ્યક્તિએ લખ્યું કે, હિંમત ન હારીશ. આજે અંધારું છે તો કાલે સવાર પડશે. અનેક લોકોએ આ વ્યક્તિની હિંમતને બિરદાવી હતી. જ્યારે પીડિત વ્યક્તિનું કહેવું છે કે, આ હકીકત જાણ્યા બાદ હવે તે પોતાના પુત્રને એ દ્રષ્ટીથી નહીં જોઈ શકે. જેને તે દીકરો માનતો હતો તે હકીકતમાં તેનો કાકો છે.

    આ પણ વાંચો: સુરત: શાકભાજીની જેમ મોપેડ પર ખુલ્લેઆમ ગાંજો વેચવા નીકળેલા બે ઇસમો ઝડપાયા







    જે બાદમાં આ વ્યક્તિએ વધુ એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાના પુત્રને એક સંદેશ આપ્યો હતો. વ્યક્તિએ કહ્યુ કે તે પ્રયાસ કરશે કે પ્રેમિકાના વિશ્વાસઘાતની સજા પુત્રને ન મળે. આમાં તેનો કોઈ વાંક નથી. ભવિષ્યમાં પણ તે તેને પુત્ર માનીને પ્રેમ કરવાનો પ્રયાસ કરશે. લોકોએ આ વ્યક્તિને સમર્થન આપ્યું છે અને તેને જીવનમાં પોઝિટિવ રહેવાની સલાહ આપી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:June 21, 2021, 15:30 IST

    ટૉપ ન્યૂઝ