બંજી જમ્પિંગ દરમિયાન રસ્સી ખુલવાથી જમીન પર પડયો વ્યક્તિ, જુઓ ભયાનક વીડિયો

News18 Gujarati
Updated: July 28, 2019, 4:48 PM IST
બંજી જમ્પિંગ દરમિયાન રસ્સી ખુલવાથી જમીન પર પડયો વ્યક્તિ, જુઓ ભયાનક વીડિયો
બંજી જમ્પર 100 મીટરની ઉંચાઇથી ગેડેનીયાના એક પાર્કમાં સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

બંજી જમ્પર 100 મીટરની ઉંચાઇથી ગેડેનીયાના એક પાર્કમાં સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

  • Share this:
બંજી જમ્પિંગ અને પેરાગ્લાઇડિંગ જેવી એડવેન્ચર વસ્તુઓ લોકોને ખૂબ જ લોકપ્રિય છે અને તે તેમને રોમાંચિત કરે છે. સાહસો સાથે લોકોને પડવાનો પણ ડર રહે છે. જો તે થાય, તો હીકકતમાં તે ભયંકર સપનાથી પણ ઓછુ નહીં હોય. પરંતુ બંજી જમ્પર સાતે પોલેન્ડમાં બનેલી આ ઘટના જોઈને તમને આશ્ચર્ય થશે.

ખરેખર બંજી જમ્પર 100 મીટરની ઉંચાઇથી ગેડેનીયાના એક પાર્કમાં સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે નીચે પડી ગયો. આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ક્રેનમાંથી બંજી જમ્પર આકાશ તરફથી નીચે આવી રહ્યો છે.

જ્યારે જમ્પરને લાગે છે કે હવે તેણે ઉંચાઇથી કૂદકો લગાવવો જોઈએ, ત્યારે તે કૂદકો લગાવે છે. માત્ર પછી દોરડું હવામાં ખુલે છે અને તે ઝડપથી નીચે પડી જાય છે. લોકો આ ઘટનાનો વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.સલામતીની દ્રષ્ટિએ ત્યાં પહેલેથી જ એક મોટી ગાદી હવાથી ભરેલી હતી, પરંતુ ગાદી પર પડ્યા પછી તે વ્યક્તિ કૂદીને બહાર નીકળી ગયો. ત્યારબાદ તરત જ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.


Loading...

ડોકટરોની તપાસ કર્યા પછી જણાવવામાં આવ્યું કે વ્યક્તિની કરોડરજ્જુ તૂટી ગઈ છે અને આંતરિક અંગો સાથે અનેક જગ્યાએ તેને ઈજા પહોંચી છે. જોકે કરોડરજ્જુ ખૂબ તૂટી નથી. તેથી તે જલ્દીથી ફરી સક્ષમ થઇ જશે. આ કાયક્રમ યોજનારા બંજી ક્લબના કર્મચારીઓ અને ભાગ લેનારાઓને સહિત પૂછપરછ કરવામાં આવી રહી છે.
First published: July 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...