મહિલાનાં કપડાં પહેરી બનાવ્યો વીડિયો, ટ્રોલ થતાં યુવકે કર્યો આપઘાત

News18 Gujarati
Updated: October 19, 2018, 10:55 AM IST
મહિલાનાં કપડાં પહેરી બનાવ્યો વીડિયો, ટ્રોલ થતાં યુવકે કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

પોલીસના જણાવ્યા પ્રમાણે પોતાના પરિવાર, મિત્રો અને ફોલોઅર્સ તરફથી આ વીડિયો માટે સતત મ્હેણા-ટોંણા મારવામાં આવતા તે પરેશાન થઈ ગયો હતો.

  • Share this:
ચેન્નાઇઃ મહિલાનાં કપડાં પહેરીને વીડિયો બનાવવાને લઈને લોકોની ટીકાનો ભોગ બનેલા ચેન્નાઇના એક યુવકે આપઘાત કરી લીધો છે. યુવકે બુધવારે ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. યુવક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલગ અલગ વીડિયો બનાવીને અપલોડ કરતો હતો. આ દરમિયાન તેણે મહિલાનાં કપડાં પહેરીને એક વીડિયો અપલોડ કર્યો હતો.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચેન્નાઇના વ્યાસરપડી વિસ્તારના 24 વર્ષીય વી કલાયરસન મોબાઇલ એપ્લિકેશન ટીકટોક પર પોતાના વીડિયો બનાવીને પોસ્ટ કરતો હતો. તેણે મહિલાનાં કપડાંમાં એક વીડિયો બનાવ્યો હતો જેની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે પોતાના પરિવાર, મિત્રો અને ફોલોઅર્સ તરફથી આ વીડિયો માટે સતત મ્હેણા-ટોંણા મારવામાં આવતા તે પરેશાન થઈ ગયો હતો અને તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે પરંતુ તેનો મોબાઇલ ફોન ગુમ છે. યુવકના પરિવારના સભ્યોની પૂછપરછ દમિયાન સામે આવ્યું હતું કે મહિલાનાં કપડાં સાથેના વીડિયો બાદ તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. યુવકના અનેક ફોલોઅર્સ તેને ટ્રાન્સઝેન્ડર કહીને ચીડવી રહ્યા હતા. યુવકના આવા વીડિયોની તેના પરિવારના સભ્યોએ પણ ટીકા કરી હતી.

યુવક તરફથી પોસ્ટ કરવામાં આવેલા અંતિમ વીડિયોમાં તેણે કહ્યું છે કે, "મને જે ગમે છે તે હું કરીશ. હું ટીકાઓથી હાર નહીં માન લઉં. મેં મેલ રોલમાં પણ અનેક વીડિયો અપલોડ કર્યા છે, હું જ્યારે મહિલાનો રોલ કરી રહ્યો છું ત્યારે શા માટે મારી ટીકા કરવામાં આવી રહી છે?" યુવકના આપઘાત બાદ પોલીસ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરી રહી છે.
First published: October 19, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...