Home /News /eye-catcher /મળો અસલી વિકી ડોનરને...પત્નીને ખબર પણ ન હતી, પતિ વીર્ય વેચીને કમાતો હતો પૈસા!
મળો અસલી વિકી ડોનરને...પત્નીને ખબર પણ ન હતી, પતિ વીર્ય વેચીને કમાતો હતો પૈસા!
પત્નિની જાણ બહાર વ્યક્તિએ સ્પર્મ ડોનેટ કર્યુ
Husband Donated Sperm for Money : પતિ પોતાનું સ્પર્મ વેચીને થોડા પૈસા કમાઈ રહ્યો હતો, પરંતુ તેણે તેની પત્નીને આ વિશે જણાવ્યું ન હતું. આ સ્ટોરી તમને ફિલ્મ 'વિકી ડોનર'ની યાદ અપાવશે.
ઘણી વખત આપણે કહીએ છીએ કે ફિલ્મો અસલ જીંદગીથી ઘણી દૂર હોય છે, પરંતુ એવું બિલકુલ નથી. તાજેતરમાં જ એક વ્યક્તિએ એવું કર્યુ જેવું આયુષ્માન ખુરાનાએ તેની ફિલ્મ વિકી ડોનરમાં (Vicky Donor) કર્યુ હતુ. પુરુષે તેની પત્નીને જાણ કર્યા વિના તેનું સ્પર્મ વેચીને પૈસા કમાયા. જ્યારે પત્નીને આ વાતની જાણ થઈ ત્યારે ઘરમાં મોટી મહાભારત થઇ છે.
Reddit પર પોતાની સ્ટોરી જણાવતા પતિએ જણાવ્યું કે થોડા વર્ષોથી તેણે પૈસા કમાવવા માટે પોતાનું સ્પર્મ વેચવાનું કામ શરૂ કર્યું હતું. તે તેના જીવનનો મુશ્કેલ સમય હતો અને તેમાંથી તેણે હજારો રૂપિયાની કમાણી પણ કરી હતી. આ તેની કમાણીનો માર્ગ હતો, પરંતુ સમસ્યા એ હતી કે પતિએ તેની પત્નીને આ વિશે બિલકુલ કહ્યું ન હતું. જો પતિ તેના મિત્રો સામે વાતચીત દરમિયાન આ વાતનો ખુલાસો ન કરતો તો તેની પત્નિને ખબર જ ન પડતી.
પતિનું કહેવું છે કે તે તેની પત્નીને કોલેજના છેલ્લા વર્ષમાં મળ્યો હતો અને તેમના લગ્નને 6 વર્ષ વીતી ગયા છે. તેને બાળકો પણ છે પરંતુ એક સમયે તેણે આર્થિક સંકડામણના કારણે સ્પર્મ ડોનેટ કરીને પૈસા કમાઈ લીધા હતા. આ કામથી તેને લગભગ 12 હજાર રૂપિયાની કમાણી થઈ હતી. તેની પત્નીને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તે તેના મિત્રો સાથે વાતચીત દરમિયાન સ્પર્મ ડોનેશનની વાત કરી રહ્યો હતો. પતિને અપેક્ષા નહોતી કે તેની પત્નીને આટલો આઘાત લાગશે, પરંતુ વાત ઘણી વધી ગઈ.
મિત્રના ઘરેથી પાછા ફરતાની સાથે જ પત્નીએ આ વિશે સવાલ-જવાબ કરવાનું શરૂ કર્યું અને ખૂબ જ દુઃખી થઈ ગઈ. પત્નીએ કહ્યું કે તેના પતિએ તેની સાથે છેતરપિંડી કરી છે, પરંતુ પતિને આમાં છેતરપિંડી જેવું કંઈ લાગતું નથી. જોકે, પતિએ જ્યારે આ વાત લોકોની સામે મૂકી તો તેમણે પત્નીની તરફેણ કરી અને કહ્યું કે ખરેખર કહેવા જેવી વાત છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે 18 વર્ષના થયા પછી બાળકો તેમના જૈવિક પિતા વિશે જાણી શકે છે. આવી સ્થિતિમાં જો તેનું એક બાળક તેની સામે ઊભું રહે તો તેની પત્નીને કેવું લાગશે? સ્પર્મ ડોનર પતિને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર