Home /News /eye-catcher /મૃત પિતા સાથે કરવી હતી વાત, ખોદી નાખી કબર!

મૃત પિતા સાથે કરવી હતી વાત, ખોદી નાખી કબર!

ફ્રેંકફર્ટઃ અમેરિકામાં એક એવા શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે પોતાના પિતાની કબર ખોદી રહ્યો હતો.

ફ્રેંકફર્ટઃ અમેરિકામાં એક એવા શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે પોતાના પિતાની કબર ખોદી રહ્યો હતો.

ફ્રેંકફર્ટઃ અમેરિકામાં એક એવા શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે પોતાના પિતાની કબર ખોદી રહ્યો હતો. ધરપકડ કરાયેલા શખ્સનો દાવો છે કે, તે બાઇબલના સહારે પોતાના પિતા સાથે વાતચીત કરવાનો પ્રયત્નો કરી રહ્યો હતો. ઘટના અમેરિકાના કોમનવેલ્થ સ્ટેસ કેંટુકીની છે.

કેંટુકીમાં મિશેલ મેય (43) નામના એક શખ્સને પોલીસે એ સમયે ધરપકડ કરી, જ્યારે તે તેના પિતાની કબર ખોદીને તેમનું શબ કાઢી રહ્યો હતો. એટલું જ નહીં, સાથે તે બાઇબલમાં લખેલા કેટલાક શબ્દોનો ઉચ્ચાર કરી રહ્યો હતો. મિશેલ મેયનું કહેવું છે કે, તેના પિતાનું મૃત્યુ 30 વર્ષ અગાઉ થયું હતું. જેના કારણે તે તેના પિતા વિશે કશું જાણી ન શક્યો હતો. કેમ કે, તે સમયે તે માત્ર 13 વર્ષનો હતો.

પોલીસે જ્યારે તેની પુછપરજ કરી ત્યારે તેણે પોતાના કાર્યને સાચું ઠેરાવ્યું હતું. જો કે, જ્યારે આ શખ્સની ધરપકડ કરવામાં આવી ત્યારે તે ગાંજાના નશામાં હતો. પોલીસે તેને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપસર લિંક કાઉંટી જેલ મોકલી આપ્યો છે.
First published:

Tags: અજબગજબ, અમેરિકા, આરોપ, ક્રાઇમ, જેલ, દેશ વિદેશ, ધરપકડ, પિતા, પોલીસ`, મોત, શખ્સ

विज्ञापन
विज्ञापन