'તેરી બાહો મે મર જાયે હમ..' ગીત પર નાચતા નાચતા જ મરી ગયો યુવક!

ભોગ બનનારા યુવકનું નામ વિજય ઢેલડિયા હોવાનું જાણવા મળ્યું છે. તેની સાથે પરફોર્મન્સ કરનારી યુવતી તેની પત્ની હોવાનું જાણવા મળ્યુ છે

ભોગ બનનારા યુવકનું નામ વિજય ઢેલડિયા હોવાનું જાણવા મળ્યું છે. તેની સાથે પરફોર્મન્સ કરનારી યુવતી તેની પત્ની હોવાનું જાણવા મળ્યુ છે

 • Share this:
  જયપુર: દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેનાં સુપરહિટ સોન્ગ તુજે દેખા તો યે જાના સમન... પર પરફોર્મન્સ આપતાં અપતાં જ એક યુવકે તેનો દમ તોડી નાખ્યો છે. આ ઘટના રાજસ્થાનનાં બાડમેર જિલ્લાનાં જસોલ ગામની છે. આ ઘટનામાં યુવકનું ડાન્સ કરતાં કરતાં જ હાર્ટ બંધ થઇ ગયુ હતું. ડોક્ટરી ભાષામાં આ ઘટનાને કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ ફેઇલ કહેવાય છે.

  ભોગ બનનારા યુવકનું નામ વિજય ઢેલડિયા હોવાનું જાણવા મળ્યું છે. તેની સાથે પરફોર્મન્સ કરનારી યુવતી તેની પત્ની હોવાનું જાણવા મળ્યુ છે જોકે આ વાતની પુષ્ટિ થઇ નથી.

  ડાન્સ કરતાં કરતાં હાર્ટ ફેઇલનો ભોગ બનનારા વિજયનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ નજર આવે છે કે કપલ સ્ટેજ પરફોર્મન્સ કરી રહ્યાં છે બેકગ્રાઉન્ડમાં DDLJનું સોન્ગ તુજે દેખા તો યે જાના સનમ વાગે છે...

  જેવી ગીતની લાઇન તેરી બાહો મે મર જાયે હમ.. આવે છે કે યુવક સ્ટેજ પર ફસડાઇ પડે છે. યુવતીને આખી ઘટનામાં સમજણ નથી પડતી અને તે નાંચતી જ રહે છે. તેને એમ કે તેનો પતિ મજાક કરી રહ્યો છે. પણ બાદમાં તેને આખી ઘટનાનું ભાન થાય છે.
  Published by:Margi Pandya
  First published: