50 ઇંડા ખાવાની શરત લગાવી, 42 ઇંડા ખાઈને ઢળી પડ્યો, હોસ્પિટલમાં મોત

News18 Gujarati
Updated: November 4, 2019, 11:13 AM IST
50 ઇંડા ખાવાની શરત લગાવી, 42 ઇંડા ખાઈને ઢળી પડ્યો, હોસ્પિટલમાં મોત
પ્રતિકાત્મક તસવીર

મૃતકે એક સાથે 50 ઇંડા ખાવા અને એક દારૂની બોટલ પીવા પર બે હજાર રૂપિયાની શરત લગાવી હતી.

  • Share this:
જૌનપુર : ઉત્તર પ્રદેશના જૌનપુર (Jaunpur) માં સોમવારે મજાક મજાકમાં લાગેલી શરત મોતનું કારણ બની હતી. હકીકતમાં ઇંડા (Egg) ખવાની શરત જીતવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાની જીવ ગુમાવવો પડ્યો હતો. વ્યક્તિઓ બે હજાર રૂપિયા જીતવા માટે 50 ઇંડા ખાવાની શરત લગાવી હતી. જોકે, 42 ઇંડા ખાધા બાદ તે બેભાન થઈને પડી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે લખનઉ (Lucknow)ની પીજીઆઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થયું હતું.

આ બનાવ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના જૌનપુર જિલ્લાના બીબીગંજ બજારનો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે શાહગંજ કોતવાલી ક્ષેત્રના અર્ગુપુર કલાં ધોરહરા ગામમાં રહેતો સુભાષ યાદવ (ઉં.વ. 42) ટ્રેક્ટર અને બોલેરો ચલાવવાનું કામ કરે છે. તે શુક્રવારે સાંજે પોતાના એક સાથી સાથે બજારમાં ઇંડા ખાવા માટે ગયો હતો. અહીં કોણ કેટલા ઇંડા ખાઈ શકે તે વાત પર શરત લાગી હતી. 50 ઇંડા અને એક બોટલ દારૂ પીવા પર બે હજાર રૂપિયા આપવાની શરત લાગી હતી.સુભાષે મિત્રની શરત સ્વીકારી લીધી હતી અને ઇંડા ખવાનું શરૂ કર્યું હતું. તે 41 ઇંડા કોઈ જ સમસ્યા વગર ખાઈ ગયો હતો, પરંતુ 42મી ઇંડુ ખાઈને નીચે પડી ગયો હતો. ત્યાં હાજર લોકોએ તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડવ્યો હતો. હાલત નાજુક જણાતા ડોક્ટરોએ તેને લખનઉની હોસ્પિટલમાં ખસેડવાનું કહ્યું હતું. અહીં સારવાર દરમિયાન સુભાષનું મોત થઈ ગયું હતું.

ઘટના અંગે માહિતી મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મૃતકને બે પત્ની છે. પહેલી પત્ની સાથેના લગ્નમાં ચાર દીકરીના જન્મ બાદ પુત્ર પ્રાપ્તિની લાલચમાં તેણે નવ મહિના પહેલા જ બીજા લગ્ન કર્યા હતા. પરિવારના લોકોનાં કહેવા પ્રમાણે તેની બીજી પત્ની પ્રગ્નેન્ટ છે. હાલ આ બનાવે આખા વિસ્તારમાં ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો : ક્રિતી સેનને 'પાણીપત' ફિલ્મનું ખોલ્યું રાજ, પહેલા જ કહી દીધું કેવી છે ફિલ્મ
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading